હડમતીયા – વાંકાનેર રોડ પર ટ્રક સળગ્યો

- text


મોરબી : મોરબીની લજાઈ ચોકડીથી વાંકાનેર જતા રોડ પર હડમતીયા નજીક અકસ્માત સર્જાયા બાદ ટ્રકમાં આગ લાગતા આગ બુઝાવવા ફાયર બ્રિગેડને ઘટના સ્થળે દોડવું પડ્યું હતું.

મોરબી રાજકોટ હાઇવે પર લજાઈ ચોકડીથી હડમતીયા વાંકાનેર જતા માર્ગ પર મોદી રાત્રે અકસ્માત સર્જાતા ટ્રક સળગ્યો હતો અને આગ બુઝાવા માટે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું, જો કે સદનસીબે આ અકસ્માત અને આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

- text

- text