મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટે ૧.૪૪ કરોડ ઉપરાંતના કામો મંજુર

- text


મોરબી જિલ્લા સ્વચ્છતા સમિતિની બેઠક મળી : રાષ્ટ્રીય ગ્રામિણ પેયજળ યોજના હેઠળ અનેક કામો મંજુર

મોરબી : મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેકટર આઈ.કે.પટેલના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરી સભાખંડમાં મળી હતી આ બેઠકમાં રાષ્ટ્રીય ગ્રામિણ પેય જળ યોજના હેઠળના પીવાના પાણીના રૂપિયા ૧.૪૪ કરોડ ઉપરાંતના થનાર કામોને મંજુરી આપવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે સબંધિત અધિકારીઓને જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો અભીગમ છે કે કોઈ ગામ પીવાના પાણીથી વંચીત ન રહે અને આ માટેના કામોને અગ્રતા આપવા સરકાર મક્કમ છે ત્યારે પીવાના પાણીના કામો ઝડપી પૂર્ણ થાય તે જોવા જણાવ્યું હતું.

- text

જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના સભ્યસચિવ અને યુનિટ મેનેજર વાય.એમ.વંકાણીએ યોજનાકીય કામોની વિગતો આપી જણાવ્યું કે જિલ્લામાં પીવાના પાણીની જરૂરીયાત વાળા કુલ ૧૧ ગામોમાં રાષ્ટ્રીય ગ્રામ્ય પેયજળ યોજના હેઠળના કામો રૂપિયા ૧ કરોડ ૯ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું.

બેઠકમાં વાસ્મોના જિલ્લા કોઓર્ડિનેટર કીરીટ બરાસરાએ જિલ્લામાં પીવાના પાણી માટેના ચાલી રહેલા કામોની જાણકારી આપી હતી, બેઠકમાં અધિક કલેકટર કેતન જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રામદેવસિંહ ગોહીલ, ડૉ.ડી.વી.બાવરવા સહિત સમિતિ સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા.

- text