કોમીએકતા ! મોરબીમાં એકજ મંડપ નીચે હિન્દૂ – મુસ્લિમ યુગલો પ્રભુતામાં પગલાં પાડશે

- text


હઝરત બાવા અહમદશા ગ્રુપ દ્વારા આયોજિત હિન્દૂ મુસ્લિમ સમૂહ લગ્નમાં ૨૬ યુગલો લગ્નગ્રંથિથી જોડાશે

મોરબી : રવિવારે મોરબીમાં અદભુત માહોલમાં કોમી એકતાના દર્શન થશે, હઝરત બાવા અહમદશાહ ગ્રુપ દ્વારા એક જ મંડપ નીચે હિન્દૂ – મુસ્લિમ વરકન્યાના સમુહલગ્નોત્સવનું આયોજન કરાયું છે જેમાં ૨૬ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડશે.

મોરબીના હઝરત બાવા અહમદશા ગ્રુપ દ્વારા દર વર્ષે હિંદુ – મુસ્લિમ કોમી એકતાના પ્રતિક સમાન હિંદુ મુસ્લિમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જેમાં રવિવારના રોજ હિંદુ મુસ્લિમ સર્વજ્ઞાતીય ૨૦ માં સમૂહ લગ્ન યોજાશે આ અદભુત લગ્નોત્સવમાં એક તરફ કાજી સાહેબ મુસ્લિમ સમાજની પરંપરા મુજબ લગ્નવિધિ કરાવતા હશે તો બીજી તરફ ગોરમહારાજ હિન્દૂ શાસ્ત્રોક્તવિધિથી લગ્નવિધિ કરાવતા જોવા મળશે.

- text

હઝરત બાવા અહમદશા ગ્રુપ મોરબી આયોજિત આ ૨૦ માં સમૂહલગ્નમાં કુલ ૨૦ હિંદુ વરકન્યા અને ૬ મુસ્લિમ વરકન્યા પ્રભુતામાં પગલા માંડશે એ પણ એક જ મંડપ નીચે વિધિવિધાન મુજબ દામ્પત્ય જીવનની શરૂઆત કરશે. હિંદુ મુસ્લિમ સમૂહ લગ્નમાં નવદંપતીને આશિર્વાદ પાઠવવા માટે સૈયદ ઇસ્મતુલ્લાહશા કાદરી ઉર્ફે અતા એ રસુલ બાવા, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન સહિતના સંતો મહંતો પણ હાજરી આપશે

આ ઉપરાંત આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, ભાજપ અગ્રણી પ્રદીપભાઈ વાળા, જીલ્લા ભાજપ પ્રુમખ રાઘવજીભાઈ ગડારા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, ભાજપ અગ્રણી હિરેનભાઈ પારેખ, જ્યોતિસિંહ જાડેજા અને મોરબી નાગરિક બેંકના ચેરમેન અશ્વિનભાઈ કોટક સહિતના અગ્રણીઓ પણ હાજર રહી નવયુગલોને આશિર્વાદ આપશે.

- text