મોરબીના સિનેમાઘરોમાં પદ્માવત ફિલ્મ રિલીઝ નહીં થાય : કરણી સેના સાથેની બેઠકમાં નિર્ણય લેવાયો

- text


સુપ્રીમ કોર્ટ ફિલ્મ રિલીઝની મંજૂરી આપ્યા બાદ મોરબીમાં ફિલ્મ નહીં બતાવવા અંગે કરણી સેના અને મોરબીના સિનેમહોલના સંચાલકો વચ્ચે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો

મોરબી : સંજયલીલા ભણશાળીની વિવાદિત પદ્માવત ફિલ્મની રિલીઝ પર ગુજરાત સરકારે પ્રતિબંધ મુક્યો હતો. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આ ફિલ્મ રીલીઝ કરવાની મંજુરી આપી દીધી છે.
જેનો કરણીસેના દ્વારા ઠેર-ઠેર ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ત્યારે મોરબીમાં પદ્માવત ફિલ્મ રિલીઝ કરવા અંગે કરણીસેના અને મોરબીના સિનેમાધરોના સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી જેમાં મોરબીની વિજય સિનેમા, સુપર ટોકીઝ અને ચિત્રકૂટ ટોકીઝના સંચાલકો સાથે કરણીસેનાએ બેઠક કરી હતી આ બેઠકમાં પદ્માવત ફિલ્મ સમાજની લાગણી દુભાઈ તેમ હોય જેથી મોરબીમાં પદ્માવત ફિલ્મ રજુ ન કરવા અપીલ કરવામાં આવી હતી. આ બેઠક મામલે કરણી સેના ના અગ્રણી પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મોરબી સિનેમાધરોના સંચાલકોએ કરણીસેના સાથે કરેલ બેઠક સફળ રહી હતી અને સિનેમા સંચાલકોએ તેમની માંગણીને સહકાર આપી ફિલ્મ રીલીઝ ન કરવા માટે ખાત્રી આપી હોવાનું જણાવ્યું હતું. આમ મોરબીમાં હવે સુપ્રીમ કોર્ટની મંજૂરી હોવા છતાં પદ્માવત ફિલ્મ રિલીઝ નહીં થાય.

- text

- text