ગર્ભ સંસ્કાર અંગે મોરબીમાં વિચારગોષ્ઠી યોજાઈ

- text


ગુજરાત યુનિવર્સિટીની પંચકર્મ વિભાગના અધ્યક્ષ હિતેશભાઈ જાનીએ આપી મહત્વની જાણકારી

મોરબી : મોરબી શિશુમંદિર ખાતે ગર્ભસંસ્કાર વિષયને લઈ મહત્વપૂર્ણ વિચારગોષ્ઠિ યોજાઈ હતી જેમાં ગુજરાત યુનિવર્સીટીના પંચકર્મ વિભાગના અધ્યક્ષ ડો.હિતેશ જાનીએ મહત્વપૂર્ણ જાણકારી આપી હતી.

શુ ધાર્યા મુજબનું બાળક મેળવી શકાય ખરા ? માતાપિતાના આચરણથી બાહ્ય વાતાવરણની અસર ગર્ભસ્થ શિશુ ઉપર પડે ખરી ? આવા અનેક સવાલો ના જવાબ આ વિચાર ગોષ્ઠિમાં ડો.હિતેશભાઈ જાનીએ આપવાની સાથે સાથે માતાના ગર્ભાવસ્થા દરમિયાન આહાર-વિહાર વિચારોની અસર બાળક ઉપર કેવી પડે છે તે અંગે વિસ્તારપૂર્વકની માહિતી આપવામાં આવી હતી.

- text

આજનો યુગ શ્રેષ્ઠતાનો છે એટલે હરકોઈ માતા પિતા શ્રેષ્ઠ સંતાન ઈચ્છે છે આપણા ઋષિમુનિઓને આ જ્ઞાન હતું એટલે દૈવી આત્મના આગમન માટે કેબી તૈયારી કરવી જોઈએ એ વિશે વિશેષ છણાવટ આપના શાસ્ત્રોમાં વેદોમાં અને પુરાણોમાં કરવામાં આવી છે.

શ્રેષ્ઠ બાળકના ગર્ભ સંસ્કાર અને સંસ્કારોના સિંચાણને લઈ વિચાર ગોષ્ઠિ બાદ ડો હિતેશભાઈ જાની દ્વારા વાલીઓ સાથે પ્રશ્નોત્તરી કરી સંતોષકારક જવાબ પણ આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે શિશુમંદિર ખાતે સ્વ. જયશ્રીબેન જીવરાજભાઈ ફુલતરિયા શિશુ પરામર્શકેન્દ્ર સ્થાપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

- text