મોરબીમાં બેન્ક તોડવાની પેરવી કરી રહેલા ત્રણ શખ્સો પકડાયા

- text


મોરબી એલસીબીએ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ગેસ કટર, બાટલો અને રીક્ષા સાથે રાજકોટના એક સહિત ત્રણને દબોચ્યા

મોરબી : મોરબી એલસીબી ટીમે ગતરાત્રીના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બેન્ક અથવા આંગડિયા પેઢીને નિશાન બનાવી ચોરી કરવાની પેરવી કરી રહેલા એક રાજકોટના અને બે મોરબીના શખ્સોને ગેસ કટર, ગેસનો બાટલો અને સીએનજી રીક્ષા સાથે મોરબીના ત્રાજપર વિસ્તારમાંથી ઝડપી લેતા સનસનાટી મચી ગઇ છે.

મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસ સહિતનો સ્ટાફ આજે નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે ત્રાજપર વિસ્તારમાં ઓરીએન્ટલ બેન્કવાળી શેરીમાથી ઇકબાલ ઉર્ફે જીણી કરીમભાઈ વડાવરિયા, રે.ભારતપરા, પંચાસર રોડ, મોરબી, અલતાફભાઈ કાસમભાઈ જુણાજ રે. કાલિકા પ્લોટ શેરી નંબર -૧, તથા જાવીદ હુસેનભાઈ શામદાર, રે. ખોડિયારપરા, પારેવાડી ચોક, રાજકોટ વાળા સહિતના ત્રણેય શખ્સો શંકાસ્પદ હિલચાલ કરી બેન્ક અથવા આંગડિયા પેઢીના તાળા તોડી ચોરી કરવાની પેરવીમાં હોવાનું જણાતા ત્રણેયને ઝડપી લીધા હતા.

- text

વધુમાં એલસીબી સ્ટાફે ત્રણેયના કબજામાંથી સીએનજી રીક્ષા, ગેસ કટર અને ગેસનો ભરેલો બાટલો સહિત કુલ રૂપિયા ૨૫૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.

આમ મોરબી એલસીબીની સજાગતાને કારણે ત્રણેય ઈસમો પકડાઈ જતા બેન્ક અથવા આંગડિયા પેઢીમાં ચોરીનો ગુન્હો બનતો અટકાવવમાં સફળતા મળી છે.

- text