નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી મોરબી તાલુકા પોલીસ

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચોપડે દારૂના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પીપળીયા ચાર રસ્તા નજીકથી ઝડપી લેવામાં મોરબી તાલુકા પોલીસને સફળતા મળી છે.

મોરબી તાલુકા પોલીસ મથકમાં એકાદ વર્ષ પૂર્વે દારૂના ગુન્હામાં સંડોવાયેલ અશોકભાઈ મેસુરભાઈ બસિયા, રે. મોરાણા, તાલુકો જોડિયા, જિલ્લો જામનગર વાળો નાસતો ફરતો હોય તાલુકા પોલીસ મથકના પીઆઇ એસ.એ.ગોહિલે બાતમીને આધારે આ શખ્સને પીપળીયા ચાર રસ્તા નજીક વોચ રાખી ઝડપી લીધો હતો.

- text

તાલુકા પોલીસની આ સફળ કામગીરીમાં એએસઆઈ એમ.સી.જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ ખાંભરા અને હિતેશભાઈ ચાવડા સાથે રહ્યા હતા.

- text