ઉતરાયણ સંદર્ભે ૨૦ મી જાન્યુઆરી-૨૦૧૮ સુધી મોરબી જિલ્લામાં કરૂણા અભિયાન

- text


પશુ-પક્ષીના સરંક્ષણ માટે ધનિષ્ટ આયોજન કરવા બેઠક યોજાઇ
મોરબી : આગામી ઉતરાયણ પર્વ સંદર્ભે પક્ષીના સંરક્ષણ માટે રાજય સરકાર પ્રેરીત રાજય વ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત તા. ૧૦ મી જાન્યુઆરી થી ૨૦ મી જાન્યુઆરી ૨૦૧૮ સુધી મોરબી જિલ્લામાં આ અભિયાનનો પ્રારંભ થયેલ છે.

આ અભિયાન હેઠળ ઘાયલ પશુ પક્ષીઓને પૂરતી સારવાર ઉપલબ્ધ થાય તેના આયોજન માટે મોરબી જિલ્લાના નિવાસી અધિક કલેકટરશ્રી કેતન પી. જોષીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી સભાખંડમાં કરૂણા અભીયાન અંગેની બેઠક યોજાઇ હતી.

બેઠકમાં નાયબ વન સંરક્ષક શ્રી એમ.એમ ભાલોડી સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થીત રહયા હતા.
મોરબી જિલ્લામાં તા. ૧૦ થી ૨૦ મી જાન્યુઆરી-૨૦૧૮ સુધી ઉતરાયણ પર્વ સંદર્ભે શરૂ થયેલા આ કરૂણા અભિયાનમાં પતંગ તેમજ પંતગના દોરાથી પશુ પક્ષીઓ તથા નાના બાળકોના થતા અકસ્માત અટકાવવા પૂરતા પ્રયાસ હાથ ધરવા તેમજ ઘાયલ થાય તો ઝડપી જરૂરી સારવાર મળી રહે. તે માટે પશુ દવાખાનાઓમાં વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. તેમજ બાળકોએ પંતગો ઉડાડવામાં શુ-શુ કાળજી રાખવી તેની પણ શિક્ષણ ખાતા દવારા પુરતી સમજણ મળી રહે તેવુ આયોજન થયુ હતું

- text

કરૂણા અભિયાન અંતર્ગત જિલ્લાના વન વિભાગ અને પશુ પાલન વિભાગ દવારા જિલ્લામાં કંન્ટ્રોરૂમ પણ શરૂ કરાયા છે.જેનો જરૂર જણાય તો લોકોને સંપર્ક કરવા અધિક જિલ્લા કલેકટરશ્રી કેતન પી. જોષીએ બેઠકમાં વિગતો આપી જણાવ્યું હતું
ઉતરાયણ પર્વ નિમિતે કરૂણા અભિયાન અંતર્ગત તા.૧૦/૦૧/૨૦૧૮ થી ૨૦/૦૧/૨૦૧૮ દરમ્યાન ઘાયલ થયેલ પશુ/પક્ષીઓ સારવાર માટે જિલ્લામાં આઠ કરુણા સેન્ટર કાર્યરત રહેશે.

આ ઉપરાંત જિલ્લાની જીવદયા સંસ્થાઓ જેમાં મોરબીમાં માધવ ગૌશાળા-વાવડીમાં ડો. ચેતન, મો. ૯૯૦૯૧-૭૨૭૮૨, યદુનંદન ગૌશાળા-લીલાપરમાં ડો. કાનજીભાઇ જારીયા, મો. ૯૮૨૫૨-૧૩૧૧૪,મંગલમ એજયુ કેશન ટ્રસ્ટ પશુ દવાખાનું મોરબીમાં ડો. વિકાસભાઇ પટેલ,મો. ૭૦૧૬૨૫૭૦૭૦, વાંકાનેર તાલુકામાં રાજકોટ નાગરીક બેક પાસે ડો એમ.આર ટમાલીયા, મો. ૮૨૩૮૩-૮૦૭૭૫ પણ આ કાર્યમાં સહયોગી બનશે

બાળકો તેમજ આમ આદમીને પતંગ મહોત્સવમાં પક્ષીઓને ઇજા ન થાય તેની તકેદારી રાખવા ઘાયલ પક્ષીઓની તુરંત સારવાર માટે જાગૃતિ કેળવવા જણાવ્યું હતું
આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી બી.એન.દવે, ચીફ ઓફીસરશ્રીઓ સહિત પશુપાલન તેમજ પી.જી.વી.સી.એલ.ના અધિકારીશ્રીઓ ઉપસ્થીત રહયા હતા

- text