મોરબી : બેંકમાં ટ્રાન્જેક્સન ચાર્જ નાબુદ કરવા રજુઆત

- text


કોંગ્રેસ અગ્રણી કાંતિલાલ બાવરવા દ્વારા કેન્દ્રીય સચિવ અને વડાપ્રધાનને રજુઆત

મોરબી : બેંકો દ્વારા ગ્રાહકો પર ટ્રાન્જેક્શન ચાર્જ લગાવવા હિલચાલ ચાલી રહી હોવાથી મોરબી કોંગ્રેસ કાર્યાલય મંત્રી કાંતિલાલ બાવરવા દ્વારા કેન્દ્રીય સચિવ હસમુખ અઢીયાને રજુઆત કરી આવા ચાર્જ ન લગાવવા અને ટ્રાન્જેક્શન ચાર્જ નાબૂદ કરવા માંગણી ઉઠાવી છે.

રજુઆતમાં જણાવ્યા મુજબ હાલમાં બેન્કોમાં વિવિધ કામો માટે ના ચાર્જિસ માટેની રકમો બાબતે સમાચારો આવી રહ્યા છે. જો આ બાબત કેન્દ્ર સરકાર તેમજ રિજર્વ બેંક દ્વારા વિચારાધીન હોય તો તે ખુબજ દુખદ બાબત છે.

કેન્દ્ર સરકાર દ્વારા જયારે ડી-મોનેટાઈઝેસન નું પગલું લેવામાં આવેલ ત્યારે સમગ્ર વહીવટી તંત્ર કેસ લેસ તરફ લઇ જવામાં આવશે તેવું લાગતું હતું . પરંતુ આવું કઈ થવા પામેલ નથી. બ્લેકમની પણ ખુબજ ઓછી માત્રા માં બહાર આવેલ છે. જે નહિવત છે. બીજા અન્ય હેતુઓ પણ બર આવેલ નથી. નથી નકલી નોટ છાપવાનું બંધ થયું કારણ કે પેપર માં ઘણા સમાચાર નકલી નોટો પકડવાના આવે છે. આંતકવાદ પણ બંધ નથી થયો છાશવારે આંતકવાદીઓ પકડાય છે કે મુઠભેડ માં મારે છે.તે પણ સમાચાર પત્રો માં આવે છે.

- text

આમ જોતા જો હવે ઉપરોક્ત સમાચાર બાબતે કહેવાનું કે જો બેંકો માં આ પ્રકાર ના ચાર્જિસ લગાડવામાં આવશે તો લોકો બેંક ના ખાતા જ બંધ કરાવશે. અને રોકડ વહેવાર તરફ વળશે, અને ટેક્ષચોરી વધશે. તો મારી આપ સાહેબ ને વિનંતિ કે ચાર્જિસ લગાડવા ને બદલે જે લોકો બેંક દ્વારા વહેવાર કરે તેઓને પ્રોસાહન આપો તો ટેક્સ ચોરી પણ ઘટશે અને લોકો બેંક દ્વારા વહેવાર કરતા થશે. તો મારી આપ સાહેબ ને વિનંતિ કે આ બાબતે યોગ્ય જગ્યા એ અમારી રજુઆત પહોચાડો અને આ બાબતે આવો નિર્ણય ન કરતા લોકો વાધરેમાં વધારે બેંક દ્વારાજ વહેવાર કરે તે બાબતે પ્રોત્સાહન આપો જેથી રાષ્ટ્ર ને ફાયદો થશે તેવું મારું માનવું છે. તો આ બાબતે યોગ્ય કરવા માંગણી ઉઠાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ મામલે રજુઆતની નકલ મોકલવામાં આવી છે.

- text