પ્રદેશકક્ષાની બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં ઝળકતા મોરબીના બાળકો

- text


મોરબી : રાજ્યના રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ભાવનગર ખાતે યોજાયેલ પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં મોરબીના બાળકોએ પોતાનું હિર બતાવ્યું છે.

ભાવનગર ખાતે યોજાયેલ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં લગ્નગીત બ વિભાગમાં ફેફર ધ્રુવી પી. પ્રથમ સ્થાને આવી છે એ જ રીતે સર્જનાત્મક કારીગીરી એ વિભાગમાં ચાવડા ક્રિષ્ના ડી. દ્વિતીય ક્રમે વિજેતા બની છે.

આ ઉપરાંત લોકગીત ખુલ્લા વિભાગમાં ફેફર ધ્રુવી પી.એ પ્રથમસ્થાન મેળવ્યું છે તો સમૂહ ગીત ખુલ્લા વિભાગમાં મોરબીની ન્યુ વિઝન સ્કૂલના બાળકો ત્રીજા ક્રમે વિજેતા બન્યા હતા.

- text

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા રમત ગમત અધિકારી કચેરીની ઘોર બેદરકારીને કારણે અનેક સ્પર્ધકો જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા સ્પર્ધામાં ભાગ લઈ શક્યા ન હતા અન્યથા હજુ પણ અનેક બાળકો પ્રદેશ જ નહીં પરંતું રાષ્ટ્રીયકક્ષાએ પોતાનું હિર ઝળકાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે.

- text