સર્વોપરી શૈક્ષણિક સંકુલનો રમતોત્સવ યોજાયો

- text


સંકુલના ૫૧૦ વિદ્યાર્થીઓએ જુદી- જુદી ૧૨ રમતોમાં ભાગ લીધો

મોરબી : મોરબીના નવા સાદુળકા ગામે આવેલ સર્વોપરી શૈક્ષણિક સંકુલ ખાતે રમતોત્સવનું આયોજન કરાયું હતું જેમાં સંકુલના ૫૧૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

- text

જાણવા મળ્યા મુજબ નવા સાદુંળકા ગામે આવેલ સર્વોપરી શૈક્ષણિક સંકુલ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કબડ્ડી, દોડ, ત્રિપગી દોડ, વોલીબોલ, ક્રિકેટ સહિતની જુદી-જુદી ૧૨ રમતો યોજાઈ હતી અને કુલ મળી ૫૧૦ વિદ્યાર્થીઓએ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો.

આ રમતોત્સવનો સફળ બનાવવા સર્વોપરી સંકુલના ટ્રસ્ટીઓ, આચાર્ય, સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

- text