મોરબી જિલ્લામાં ધમધમતું શૌચાલય કૌભાંડ

- text


૨૦૦ થી ૫૦૦ ગ્રામ વજનના દરવાજા, પ્લાસ્ટર વગરની કુંડીઓ,લાભાર્થી પાસેથી સિમેન્ટ – ઇટનો ખર્ચ વસુલતા કોન્ટ્રાક્ટરો

મોરબી : સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં મસમોટું શૌચાલય કૌભાંડ આચરવામાં આવતું હોવાનું વાંકાનેરના તીથવા ગામમાંથી બહાર આવ્યું છે અહીં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તૌફિક અમરેલીયા સહિતના કાર્યકર્તાઓએ શૌચાલય કૌભાંડ આચરનાર વિભાગોને ખુલ્લા પાડવા સોશ્યલ મીડિયાનો સહારો લેવામાં આવ્યો છે.

મોરબી જિલ્લામાં ચાલતા કરોડો રૂપિયાના શૌચાલય કૌભાંડની વિગતો જોઈએ તો હાલ વાંકાનેરના તાલુકાના તીથવા ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલયો બનાવવા કોન્ટ્રાકટર મારફતે જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કોન્ટ્રાક્ટરો માત્રને માત્ર નાણાં કમાવા માટે માનપડે તેમ કોઈપણ જાતના ટેક્નિકલ પ્લાન વગર હલકી કક્ષાના માલ-મટીરીયલ વાપરી પ્રજાજનોને ઉલ્લુ બનાવી રહ્યા છે.

આ મામલે આમ આદમી પાર્ટીના જાગૃત કાર્યકર તૌફિક અમરેલીયા સહિતના કાર્યકરો દ્વારા સરકારી બાબુઓ અને કોન્ટ્રકટરની મિલીભગતને ખુલ્લી પાડવા જ્યાં-જ્યાં શૌચાલયો બન્યા છે તેવા ઘરની જાત મુલાકાત લઈ સમગ્ર કૌભાંડ ખુલ્લા પાડી રહ્યા છે અને આ મામલે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને વિકાસ મોડલ માહેની પોલમપોલનાપુરાવા સહિત રજૂઆત કરનાર છે.

- text

આશ્ચર્ય તો એ વાતનું છે કે સરકાર દ્વારા એક – એક સોચાલય માટે દસ હજાર જેટલો ખર્ચ આપવામાં આવી રહ્યો હોવા છતાં અહીં લાભાર્થી પરિવાર પાસેથી દોઢથી બે ગુણી સિમેન્ટ ૨૦૦ થી ૩૦૦ જેટલી ઇટો નો ખર્ચ વસૂલવા ઉપરાંત ગામડાની ભળી ભોળી પ્રજા પાસે શૌચાલયના ખાડા ખોદાવવામાં આવે છે, આટલું ઓછું હોય તેવાંમાં કોન્ટ્રાક્ટરો સેફટી ટેન્ક ઉપર છે સિમેન્ટના ચાપણીયા હલકી કક્ષાના નાખવામાં આવતા હોય લાભાર્થી પરિવારને મોતના કુવાની સફર કરવા જેવું કાયમી જોખમ ઉભું કરતા જાય છે.

વાત આટલેથી જ અટકતી નથી શૌચાલયમાં નાખવામાં આવતા દરવાજા ફક્તને ફક્ત ૨૦૦ થી ૫૦૦ ગ્રામ વજનના જ નાખવામાં આવે છે અને સંડાસના પોખરા તૂટેલા- ફૂટેલા નાખવામાં આવી રહ્યા છે.

આ વાત ફક્ત વાંકાનેર તાલુકાના તીથવા ગામની નથી સમગ્ર જિલ્લામાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શૌચાલયો બનાવવાના નામે અધિકારીઓથી લઈ સરપંચ સુધીના લોકો કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી રહ્યા છે આમ છતાં આ મામલે બધું જાણતા અધિકારીઓ મૌન થઈને બેસી રહેતા હોવી આમ આદમી પાર્ટી દ્વારા શૌચાલય કૌભાંડ ખુલ્લુ પાડવા કમર કસવામાં આવી છે.

- text