ગરીબ બાળકોની જઠરાગ્નિ ઠારી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરતા ઓટાળાના યુવાનો

- text


ટંકારા : ટંકારના ઓટાળા ગામના યુવાનોએ જરા હટકે નવા વર્ષની ઉજવણી કરવા નક્કી કરી થર્ટી ફર્સ્ટની ઝાકમઝોળ ભરી ઉજવણી કરવાને બદલે ગરીબ બાળકોને ભોજન કરાવી જઠરાગ્નિ ઠારવાનો નેક પ્રયાસ કર્યો હતો.

નવા વર્ષને વધાવવા અને વીતેલા વર્ષને બાય- બાય કરવા આજે શહેરોથી લઈ નાના ગામડા સુધી પાર્ટી જલસાના ખેલ થઈ રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાના ઓટાળા ગામના નવ યુવાનોએ સમાજને નવો રાહ ચીંધી ગરીબ બાળકોને મનગમતો નાસ્તો કરાવી જઠરાગ્નિ ઠારી હતી.

- text

વધુમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી જોડાયેલ ઓટાળાના યુવાનોના વોટ્સએપ ગ્રુપ ૧૦૦ ટકા જોખમમાં સંદેશા મારફત આ નવતર પ્રકારની ઉજવણી કરવા નક્કી કરાયું હતું અને ગ્રુપ એડમીન બેચર ઘોડાસરા સહિતનાઓને આ કામગીરી બદલ ગ્રામજનોએ શુભકામનાઓ અને શાબાશી આપી હતી.

 

- text