મોરબીમાં પરિણીતાને ત્રાસ આપનાર પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ

- text


મોરબી : મોરબીમાં હાઉસિંગ બોર્ડમાં રહેતી પરિણીતાએ તેના પતિ સાસુ, જેઠ, જેઠાણી અને નણંદે સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસ આપવા અંગે મહિલા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો છે.

મૂળ પાટણવાવ માવતર ધરાવતા ભારતીબેન લાલજીભાઈ સોલંકી, રે હાઉસિંગ સોસાયટી વાળાને તેના પતિ તેમજ સાસરિયા પક્ષ દ્વારા મ્હેણાં ટોણા મારી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાથી ઘરમાંથી કાઢી મુકવા ઉપરાંત પતિ હિતેશ લાલજી સોલંકીએ માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી તેમજ સાસુ ગંગાબેન, જેઠ નીલેશ, જેઠાણી મીનાબેન રહે. બધા મોરબી અને નણંદ દક્ષાબેન રહે. જુનાગઢ એ તમામે મદદગારી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

- text

આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં તમામ સાસરિયાઓ સામે ગુન્હો નોંધાયો છે અને વધુ તપાસ એન.જે.ખડીયા ચલાવી રહ્યા છે.

- text