મોરબીમાં દહેજ મુદ્દે ત્રાસ આપનાર જૂનાગઢના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ

- text


મોરબી : મોરબીમાં માવતર ધરાવતી દીકરીને જૂનાગઢના સાસરીયાઓએ દહેજ મુદ્દે શારીરિક માનસિક ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ મોરબીમાં માવતર ધરાવતા અને જૂનાગઢ સાસરે રહેતા પુનમબેન સંજયભાઈ દેગડા નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે છ માસ પૂર્વે પતિ સંજયભાઈ અમૃતભાઈ દેગડા, સાસુ ભારતીબેન, સસરા અમૃતભાઈ સહિતનાઓએ તેને દહેજ મામલે મ્હેણાં ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપી ઘરકામ કાજ બાબતે બોલાચાલી કરતા દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ફરિયાદ નોંધાવી છે.

- text

આ મામલે મહિલા પોલીસ મથક દ્વારા પરિણીતાની ફરિયાદને આધારે ગુન્હો નોંધી સાસરિયાઓને કાયદાનું ભાન કરાવવા કાર્યવાહી શરૂ કરી છે.

- text