મોરબી :રાજકોટની મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતી ટીમ ૧૮૧

- text


મગજની બિમારીથી મોરબી પહોંચી ગયેલ મહિલાનું કાઉન્સિલિંગ કરી મહા મહેનતે સાચું સરનામું મેળવ્યું

મોરબી : મગજની બિમારીને કારણે મોરબી આવી ગયેલ રાજકોટની મહિલાને મીરબી ૧૮૧ અભયમ ટીમ દ્વારા સુરક્ષિત રીતે રાજકોટ પહોંચાડી માતા સાથે મિકાન કરવાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ૧૮૧ અભયમને એક અજાણી મહિલા મોરબીમાં હેરાન પરેશાન થતી હોવાનો કોલ આવતા ૧૮૧ ના કાઉન્સિલર જાગૃતિ મકવાણા તુરત જ પાયલોટ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મહિલાની પૂછપરછ કરતા મહિલા ગોળ-ગોળ અને અલગ અલગ જવાબ આપતા હતા.

બાદમાં આ મહિલાએ પોતાની મગજની બીમારીની દવા ચાલુ હોવાનું અને રાજકોટથી રિક્ષામાં બેસી અહીં પહોંચ્યા હોવાનું જણાવ્યું હતું દરમિયાન મોરબી ૧૮૧ ટીમ દ્વારા રાજકોટ ૧૮૧ ટીમ સાથે સંકલન કરી મહિલાએ બતાવેલ જુદા જુદા એડ્રેસની તપાસ કરી હતી.

- text

અંતે આ મહિલા રાજકોટ કોઠારીયા રોડ ચોકડી હુડકો નજીક રહેતા હોવાનું કન્ફરમ થતા રાજકોટ અને મોરબીની ટીમે સાથે મળી આ મહિલાને તેમના ઘેર પહોંચાડી માતા સાથે મિલાન કરાવ્યું હતું.

આમ, ટીમ અભયમ ૧૮૧ દ્વારા એક મહિલાની જિંદગી બચાવી લઈ પરિવારજનોને સોંપી પ્રશન્સનીય કામગીરી કરી હતી.

- text