મોરબીમાં રેલવે કોલોનીમાં લાખો ગેલન પાણી વેડફાયુ

- text


મોરબીમાં રેલવે કોલોનીમાં લાખો ગેલન પાણી વેડફાયુ

વાલ્વમેન વાલ્વ બંધ કરતા ભૂલી ગયો અને પાણી અનેક સોસાયટીમાં ફરી વળ્યાં

મોરબી : મોરબીમાં પાણીની સમસ્યાને કારણે અનેક સોસાયટીવાસીઓને આંદોલન કરવા પડે છે ત્યારે અહીંની રેલવે કોલોનીમાં વાલ્વમેનની ઘોર બેદરકારીને પાપે લાખો ગેલન પાણી વેડફાઈ ગયું હતું.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી રેલ્વે કોલોનીના પાણીના ટાંકાનો વાલ્વ બંધ કરવાનું ભુલી જતા અસંખ્ય ગેલન પાણી નો વ્યય થયો હતો.
મોરબીમા અમુક વિસ્તારોમાં પાણી માટે આંદોલન કરવા પડે છે અથવા રેલી કાઢી નગરપલીકાએ બેડા લઈ સરઘસ કાઢી રજુઆત કરવી પડે છે પરંતુ રેલ્વે કોલોનીમા આવેલ પાણીના ટાંકાનો વાલ્વ કર્મચારી ચાલુ કર્યા બાદ બંધ કરવાનું ભુલી જતા ગતરાત્રી થી બપોર સુધી લાખો ગેલન પાણીનો વ્યય થયો હતો.

- text

વધુમાં પાણીનો વાલ્વ ખુલ્લો રહી જતા રેલ્વે કૉલોની પાણીથી તરબર થઈ હતી રહેવાસીઓએ આ બાબતની જાણ પાલિકા ના કરી હોવા છતા નગરપાલીકાના કર્મચારી ત્યાં પહોચી અને આ વાલ્વ બંધ કરવાની તસ્દી લીધી નથી.

એક બાજુ પ્રજા પાણી માટે તળવળે છે ત્યારે બીજી બાજુ એક ભુલના કારણે લાખો ગેલન પાણીના જથ્થાનો વ્યય થતા લોકો નો તંત્ર તરફે ગુસ્સો સાતમા આસમાને જોવા મળ્યો હતો.

 

- text