૨૨ ડિસેમ્બરે મોરબી બાર એસોસિએશનની ચૂંટણી

- text


બાર એસોસિએશન દ્વારા સત્તાવાર રીતે જાહેરનામું બહાર પડાયું

મોરબી : મોરબી બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતના પાંચ પદ માટે આગામી તારીખ ૨૨ ડિસેમ્બરે ચૂંટણી યોજાશે આ માટેનું સતાવાર જાહેરનામું અમલી બન્યું છે.

વર્ષ ૨૦૧૮ માટે મોરબી બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને કારોબારી સભ્ય માટે આગામી તા.૨૨ ડિસેમ્બરે ચૂંટણી યોજાશે.ચૂંટણી લડવા ઇચ્છતા એડવોકેટ ૧૫ થી ૧૬ ડિસેમ્બર દરમિયાન ફોર્મ ભરી શકશે અને ૧૮ મી સુધીમાં પરત ખેંચી શકશે આ ઉમેદવારી ફોર્મની ચકાસણી તા.૧૯ ના રોજ કરવામાં આવશે અને ૨૨ મીએ મતદાન બાદ બપોરે ૩ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે.

- text

વધુમાં આ ચૂંટણી પ્રક્રિયા માટે પ્રિસાઈડિંગ ઓફિસર નક્કી કરાયા છે જેમાં રાજેશભાઈ બદ્રકિયા, મનસુખભાઇ પરમાર, મુકેશભાઈ ઓઝા અને ભાવેશભાઈ ભટ્ટની નિમણુંક કરવામાં આવી છે.

- text