મોરબીમાં બીએસએનએલના કર્મચારીઓની હડતાલ

- text


પડતર પ્રશ્નો અંગે મોરબી જિલ્લાના ૧૦૭ કર્મચારીઓ બે દિવસની હડતાલ પર

મોરબી : મોરબી શહેર જિલ્લાના બીએસએનએલના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલની મંગ સાથે આજથી બે દિવસ માટે સરકાર સામે હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેર અને જિલ્લામાં આજથી ટેલિકોમ કર્મચારીઓ દ્વારા પોતાના પડતર પ્રશ્નના ઉકેલની મંગ સાથે હડતાલ પર ઉતરી ગયા છે જેમાં મોરબી ઉપરાંત,ટંકારા, માળીયા, વાંકાનેર અને હળવદ તાલુકાના કુલ મળી ૧૦૭ કર્મચારીઓ જોડાયા છે.

- text

બે દિવસ સુધી ચાલનારી આ હડતાળને કારણે બીએસએનએલની કામગીરીને અસર પહોંચશે મોરબી જિલ્લામાં .જનરલ એન્જીનીયર પી.એસ.સરડવા સહિતના કર્મચારી આગેવાનો દ્વારા આજે કચેરી ખાતે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

- text