મોરબી : પૌત્રના જન્મ દિવસે દાદાએ વૃદ્ધોને મીઠાઈ વહેંચી જન્મદિવસની ઉજવણી કરી

મોરબી : મોરબી જીએમબી મા ફરજ બજાવતા કર્મચારી ના લાડકવાયા પૌત્રના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.પૌત્રના જન્મ દિવસે દાદાએ વડીલ વૃદ્ધોને મીઠાઈ ખવડાવી મો મીઠા કરાવ્યા હતા.

મોરબી ખાતે નવલખી પોર્ટ મા ફરજ બજાવી ચુકેલા અને સુમેળ ભર્યુ ઉમદા વ્યક્તિત્વ ધરાવતા દિપકભાઈ કાંતિલાલ મહેતા ના પૌત્ર ક્રિશાંત નો પાંચમો જન્મદિવસ દાદા દિપકભાઈ એ વૃદ્ધો ને મિઠાઈ વહેંચી ને શિવાલય મા પુજા કરી અનોખી રીતે ઉજવ્યો જેમા દાદા નો વ્હાલસોયા દિકરા ક્રિશાંત નો જન્મ ૧૧/૧૨/૨૦૧૧ ના રોજ યુનાઈટેડ શિપીંગ મા ફરજ બજાવતા ધર્મેશભાઈ ત્થા શિક્ષીકા અંકિતાબેન ને ત્યા થયો હતો.

તેમના પૌત્ર ક્રિશાંત પાંચ વર્ષ પુરા કરી છઠ્ઠા વર્ષ મા મંગલ પ્રવેશ કર્યો હતો જેની માતા અંકિતાબહેન અને પિતા ધર્મેશભાઈ ત્થા દાદા દિપકભાઈ અને દાદી ઈલાબેને અને મહેતા પરિવારે વ્હાલસોયા દિકરા ક્રિશાંત ના જન્મદિવસે શિવાલય મા પુજા કરી અને મિઠાઈઓ અના ચૉકેલટો વહેંચી ઉજજવળ ભવિષ્ય અને નિરોગી આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.