મોરબીના પીપળી રોડ પર ગૂંગળાઈ જતા સગા ભાઈ-બહેનના મોત

- text


કારખાનની ઓરડીમાંથી બન્નેની લાશ મળી આવી : શંકાસ્પદ કિસ્સો

મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા બે શ્રમિક ભાઈ-બહેનના ધુમાડામાં ગૂંગળાઈ જતા મોત નિપજવાની શંકાસ્પદ ઘટના સામે આવી છે.જો કે બનાવ ગતરાત્રીનો હોવા છતાં છેક આજે બપોરે સમગ્ર હકીકત બહાર આવી છે

જાણવા મળતી વિગતો મુજબ આજે મોરબીના પીપળી રોડ ઉપર આવેલી સાઇવીન સિરામિક ફેકટરીની ઓરડીમાં રહેતા સંતરાબેન ભોગીભાઈ નાયક ઉ.૨૦ અને રાજુ ભોગીભાઈ નાયક ઉ.૧૮ નામના સગા ભાઈ બહેનનું કારખાનાની ઓરડીમાં ધુમાડામાં ગૂંગળાઈ જતા મોત નીપજ્યું હતું બાદમાં બન્નેના મૃતદેહ સિવિલ હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા

- text

વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને ભાઈ-બહેન મૂળ મધ્યપ્રદેશના હોવાનું અને કોલસાની સગડીમાં ધુમાડો થતા બાજુમાં જ રહેતા બેન-બનેવીને માલુમ પડતા ઓરડીના દરવાજા તોડી બહાર કાઢ્યા હોવાનું બહાર આવ્યું છે.

આ શંકાસ્પદ ઘટનામાં ગતરાત્રીનો બનાવ હોવા છતાં આજે બપોરે બનાવ જાહેર થયો હતો અને સગડીના ધુમાડામાં ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયું હોય તો બન્ને ભાઈ બહેને બચવા માટે ઓરડીમાંથી બહાર નીકળવા પ્રયાસ કર્યો હોય ! રહસ્યના તાણા-વાણા સર્જતી આ ઘટના હાલ ચર્ચાસ્પદ બની છે.

- text