૨૯ મીએ મોરબીમાં નરેન્દ્ર મોદી V/S હાર્દિક પટેલનો ચૂંટણી જંગ

- text


વડાપ્રધાન મોદી મોરબીમાં તો હાર્દિક ખાખરેચીમાં સભા ગજાવશે

મોરબી; આગામી ૨૯મી એ વડાપ્રધાન મોદી અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ મોરબી જિલ્લામાં ચૂંટણીજંગના મેદાનમાં ઉતરનાર હોય જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસની ઊંઘ હરામ થઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ આગામી તા.૨૯ નવેમ્બરને બુધવારના રોજ સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીના પરશુરામ પોટરી ગ્રાઉન્ડ નજરબાગ ખાતે રાજકીય સભા સંબોધનાર ચજે તો બીજીબતરફ આજ સમયે મોરબીના ખાખરેચી ગામે હાર્દિક પટેલ વિશાળ ખેડૂત સંમેલનને સંબોધનાર હોવાથી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ માટે મુશ્કેલભરી પરિસ્થિતિ ઉભી થઇ છે.

- text

ઉલ્લેખનીય છે કે અગાઉ વડાપ્રધાન મોદી મોરબી જિલ્લામાં રાજકીય પ્રચાર માટે ૩ ડિસેમ્બરે આવનાર હતા પરંતુ કાર્યક્રમમાં ફેરફાર થતા તેઓ બુધવારે આવી રહ્યા છે.

જો કે બીજી તરફ હજુ હાર્દિકની સભાને મંજૂરી મળી નથી પરંતુ મોરબી જિલ્લાના પાસ કન્વીનર મનોજ પનારાએ કહ્યું હતું કે હાર્દિક પટેલનો કાર્યક્રમ પૂર્વ નિર્ધારિત હતો અને જાહેર કર્યા મુજબ કાર્યક્રમને મંજૂરી મળે કે ન મળે અમારું ખેડૂત સંમેલન યોજાશે જ

આમ, મોરબી જિલ્લામાં ૨૯ મીએ વડાપ્રધાન મોદી અને હાર્દિક પટેલનો રાજકીય કાર્યક્રમ એક સાથે યોજાતા વહીવટીતંત્ર ધંધે લાગ્યું છે.

 

- text