મોરબીમાં જુગાર રમતા આઠ ઝડપાયા

- text


બી ડિવિઝન પોલીસે અલગ અલગ સ્થળે બે દરોડા પાડ્યા

 

મોરબી:મોરબી બી-ડીવીઝન પોલીસે જુગારના બે અલગ અલગ દરોડામાં આઠ લોકોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ખારી નજીક જાહેરમાં જુગાર રમતો હોવાની ખાનગી બાતમીના આધારે મોરબી બી.ડીવીઝન પોલીસે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા રવજી બાબુભાઈ મકવાણા,નટુ બચુભાઈ વરાણીયા,સાગર મગનભાઈ વરાણીયા અને ચંદુ કોળીને રોકડ રકમ ૭૧૫૦ ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

- text

આ ઉપરાંત દરોડાની બીજી કાર્યવાહીમાં સામાકાંઠે આવેલ વિધુતનગર નજીક મફતિયા પરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા રવજી ભીમાભાઇ કોળી.મહાદેવ રધુભાઇ મકવાણા,રમેશ દેવજીભાઈ વણકર અને દર્શન જયંતીભાઈ ત્રિવેદીને પોલીસે રૂપિયા ૮૮૧૦ની રોકડ સાથે ઝડપી લઈ કાયદેસની કાર્યવાહી હાથ ધરી હતી.

- text