વાઈબ્રન્ટ સિરામિક : મોરબી સિરામિક એસો.ની આગેવાનીમાં વર્લ્ડ સિરામિક ફેડરેશનની રચના કરાશે

- text


૨૫ જેટલા દેશોના પ્રતિનિધિઓ સાથેની રાઉન્ડ ટેબલ મિટિંગમાં મોરબી સીરામીક એસો.એ મુકેલા પ્રસ્તાવ બાદ લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

ફેડરેશન સાથે જોડાયેલા દેશોના વિવિધ એસો.ના સભ્યો એક બીજા સાથે સિરામિક પ્રોડક્ટ, ટેક્નોલોજી, ઇનોવેશન, માર્કેટ ડિમાન્ડ અને પ્રશ્નો સહિતની અગત્યની માહિતીની આપ લે કરશે.

ગાંધીનગર:વાઈબ્રન્ટ સિરામિક સમિટ-૨૦૧૭ મોરબીના સિરામિક ઉદ્યોગ માટે સોનાનો સૂરજ ઉગાડ્યો છે સમિટમાં આજે ફોરેન બાયર્સ એસોસિએશન સાથે મહત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં આગામી દિવસોમાં વર્લ્ડ સિરામિક ફેડરેશનની સ્થાપના કરવાના નિર્ણય કરવામાં આવ્યો હતો જેને હકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો છે. આ ફેડરેશન સાથે જોડાયેલા દેશોના વિવિધ એસો.ના સભ્યો એક બીજા સાથે સિરામિક પ્રોડક્ટ, ટેક્નોલોજી, ઇનોવેશન, માર્કેટ ડિમાન્ડ અને પ્રશ્નો સહિતની અગત્યની માહિતીની આપ લે કરશે.

પ્રાપ્ત વિગતો મુજબ વાઈબ્રન્ટ સિરામિક સમિટ-૨૦૧૭ના બીજા દિવસે આજે 1500થી પણ વધુ વિદેશી બાયર્સ અને ડેલીગેટસે એક્સપોની મુલાકાત લીધી હતી જે પૈકી ૨૫ જેટલા દેશોના પ્રતિનિધિઓ સાથે મોરબી સીરામીક એસોસિએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશ દ્વારા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં સીરામીક ઇન્ડસ્ટ્રીઝના ડેવલોપમેન્ટ અને ઇનોવેશન અને જરૂરી માહિતીની આપ લે કરવા માટે વર્લ્ડ સીરામીક ફેડરેશનની રચના કરવાનો પ્રસ્તાવ મોરબી સિરામિક એસો. દ્વારા મુકવામાં આવતા ૨૫ દેશોના પ્રતિનિધિઓએ હકારાત્મક અભિગમ દર્શાવી વર્લ્ડ સીરામીક ફેડરેશનની સ્થાપના કરવામાં સંમતિ દર્શાવી હતી.

- text

વાઈબ્રન્ટ સમિટ સમિતિની આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં યુરોપિયન કન્ટ્રી, ગલ્ફ, એશિયા, મિડલ ઇસ્ટ, સ્પેન, પોલેન્ડ, ઇટલી, થાઈલેન્ડ, વિયેટનામ, રોમાનિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ સહિતના ૨૫ દેશના પ્રતિનિધિઓ જોડાયા હતા. અને આ ફેડરેશન સાથે જોડાયેલા દેશોના વિવિધ એસો.ના સભ્યો એક બીજા સાથે સિરામિક પ્રોડક્ટ, ટેક્નોલોજી, ઇનોવેશન, માર્કેટ ડિમાન્ડ અને પ્રશ્નો સહિતની અગત્યની માહિતીની આપ લે કરશે તેવો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ રાઉન્ડ ટેબલ કોંફરન્સમાં મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ કે.જી.કુંડારીયા, નિલેશભાઈ જેતપરિયા, કિરીટભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ,નરેન્દ્રભાઈ પટેલ,ઓકટાગોન કોમ્યુનિકેશનના સંદીપ પટેલ અને વિશાલ આચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આમ,વાઈબ્રન્ટ સમિટની બહુ મોટી ફલશ્રુતિ રૂપે બીજા દિવસે મોરબી સીરામીક એસોસિએશને ઉંચી ઉડાન ભરી મોરબીના સિરામિક ઇન્ડસ્ટ્રીઝને વિશ્વ ફલક પર મુકવામાં મોટી સીધી હાંસલ કરી છે.

- text