આહીર સમાજમાં ગેરસમજ ફેલાવી ભાજપ રાજકીય રોટલા શેકવા માંગે છે : કોંગ્રેસ

- text


પીઆઇ સોનારાને બબ્બે વખત ભાજપે બદલ્યા ત્યારે કેમ વિરોધ નહીં ? : કોંગી આગેવાનો

મોરબી : પાસના સમર્થક ઉદ્યોગપતિ આગેવાનને ધારાસભ્ય સાહિતનાઓએ જાહેરમાં માર મારવા કેસમાં મોરબીના પીઆઇ સોનારાએ અપનાવેલા ભાજપ તરફી કુણા વલણ અંગે કોંગ્રેસે ચૂંટણીપંચમાં ફરિયાદ કરતા આ મામલો રાજકીય રંગ પકડતો જાય છે. ત્યારે આ મુદ્દે ભાજપ દ્વારા સમસ્ત આહીર સમાજને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરાતા હોવાનું જણાવી કોંગ્રેસી આગેવાનોએ સ્પષ્ટતા કરી હતી કે અમે કોઈ પણ જ્ઞાતિના વિરોધી નથી. ભાજપ દ્વારા કોંગ્રેસને બદનામ કરવા આ મુદ્દાને ખોટી રીતે ચગાવી રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે.

- text

પીઆઇ સોનારાના ભાજપ તરફી વલણ અંગે ચૂંટણીપંચમાં રજુઆત કરવાના મુદ્દે સ્પષ્ટતા કરતા કોંગ્રેસ અગ્રણી કિશોરભાઈ ચીખલીયાએ,બ્રિજેશભાઈ મેરજા અને લાલિતભાઈ કગથરાએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા ઇરાદાપૂર્વક એવો પ્રયાસ કરવામાં આવે છે કે કોંગ્રેસ પક્ષ અને અમે કોમવાદી છે
આ બાબતે કોંગી આગેવાનોએ સ્પષ્ટતા કરીએ છે કે અમે કે કોંગ્રેસ ક્યારેય કોઈ જ્ઞાતિના વિરોધી નથી. સૌ સમાજને સાથે રાખવાનો અમારો અભિગમ છે અને કાયમ રહેશે. અમે માત્ર પી.આઈ. બી.પી. સોનારાના ભાજપ તરફી કુણા વલણ અને કાર્યપધ્ધતિ જોતા નિષ્પક્ષ ચૂંટણી માટે રજુઆત કરી છે. તેને સમગ્ર આહીર જ્ઞાતિ સાથે સાંકળી લેવી વ્યાજબી નથી.

અગાઉ બે બે વખત ભાજપ સરકારે તેમને મોરબીથી બદલેલા, ત્યારે ભાજપ સામે આહીર સમાજે કેમ વાંધો ના લીધો?

ચૂંટણી ટાણે માત્ર કોંગ્રેસને બદનામ કરવા આ મુદ્દાને રાજકીય રંગ આપી વર્ગ વિગ્રહ કરવામાં ભાજપ માહેર છે. ત્યારે શાણા અને સમજુ આહીર સમાજ ભાજપની આ ચાલમાં ના ફસાય એ જોવા કિશોર ચીખલીયા, બ્રિજેશ મેરજા અને લલિત કગથરાએ અંતમાં અપીલ કરી હતી. જોકે ચૂંટણી નજીક હોય આ મુદ્દે હજુ રાજકારણ વધુ ગરમાય તો નવાઈ નહીં.

- text