મોરબી એ-ડિવિઝન સ્ટાફ વિરુદ્ધ જિલ્લા પોલીસ વડાને ફરિયાદ

- text


મોરબી જિલ્લા દલિત સમાજના પ્રમુખ દ્વારા થઈ ફરિયાદ

મોરબી : મોરબી જિલ્લા દલિત સમાજના પ્રમુખ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીને લઈ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ફરિયાદ લેવામાં પુરાવા માંગવામાં આવતા આ મામલે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરવામાં આવતા ચકચાર જાગી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા દલિત સમાજના પ્રમુખ ચૌહાણ રાજેશભાઈ કલ્યાણજીભાઈએ એસ્ટ્રોસિટી એક્ટ મુજબ ની ફરિયાદ મામલે એ ડિવિઝન પોલીસ મથકના અધિકારી દ્વારા અરજી સાથે પુરાવા માંગતા આ મામલે જિલ્લા પોલીસ વડાને રજુઆત કમ ફરિયાદ કરી હતી.
વધિમાં દલિત સમાજના પ્રમુખ દ્વારા સ્થાનિક પોલીસ દ્વારા ઉચ્ચ રાજકીય નેતાને મદદરૂપ થવા પોલીસ અધિકારી પ્રયાસ કરતા હોવાનુ જાણવી આગામી વિધાનસભા ચૂંટણી સમયે પોલીસ રક્ષણ આપવા પણ રજૂઆતમાં જણાવ્યું હતું.

- text