પંચાસરમાં જુગારધામ ઉપર એલસીબી ત્રાટકી:સાત જુગારીઓ ૧.૪૪ લાખ ની રોકડ સાથે ઝડપાયા

- text


વાડીમાં ધમધમતું જુગારધામ એલસીબીની નજરે ચડી ગયું

મોરબી:મોરબીના પંચાસર ગામે ખેતરની ઓરડીમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી જુગાર રમતા સાત શકુનીઓને ઝડપી લઈને ૧.૪૪ લાખની મત્તા કબ્જે કરી હતી.

- text

મોરબી એલસીબી ટીમના ઇન્ચાર્જ પી.આઈ.આર.ટી. વ્યાસને બાતમી મળી હતી કે મોરબીના પંચાસર ગામની સીમમાં મનજી તળશીભાઈ કાનાણી (ઉ.વ.૬૦) રહે. રાજનગર મોરબી વાળાએ વાડીમાં આવેલ પોતાની ઓરડીમાં જુગારધામ ચલાવે છે. જેને પગલે બાતમીને આધારે દરોડો પાડતા જુગાર રમી રહેલા મનજી તળશી કાનાણી, મહેશ ખીમજીભાઈ જીવાણી રહે. રાજનગર મોરબી, ધર્મેશ નારણ દલસાણીયા, લલિત છગનભાઈ છનીયારા,
રહે. રાજનગર મોરબી, ગોપાલ વલમજી જીવાણી રહે. ઉમા રેસીડેન્સી મોરબી અને જગદીશ ચતુરભાઈ બાવરવા રહે. રાજનગર મોરબી વાળાને ઝડપી લઈને ૧,૪૪,૭૦૦ ની રોકડ જપ્ત કરી તમામ જુગારીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text