વાંકાનેરના ઢુંવામાંથી ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા

- text


વાંકાનેર:વાંકાનેર તાલુકા પોલીસે ઢુંવા નજીકથી વિદેશી દારૂની ૧૦ બોટલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.

જાણવા મળતી વિગતો મુજબ ઢુંવા નજીક આવેલી સોમાણી સીરામીક ફેકટરીમાં કામ કરતા ધીરુ દેવસીભાઈ ધરજીયા અને મહેશ જાદવભાઈ નામના શખ્સો ઈંગ્લીશ દારૂ વેંચતા હોવાની બાતમીને આધારે પોલોસે દરોડો પાડી રોયલ સ્ટગ વિદેશીદારૂની ૧૦ બોટલ અને મોટર સાયકલ મળી કુલ રૂપિયા ૧૩૦૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો.
આ અંગે વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ મથકના ધર્મેન્દ્રસિંહ જાડેજા તપાસ ચલાવી રહ્યા છે.

- text

ફાઈલ ફોટો

- text