હળવદ : સરા ગામે સુન્ની મુસ્લીમ ઝાલાવાડી ધાચી જમાતનો દશમો સમુહ શાદી સમારોહ

- text


હળવદ : સરા ગામે બાવન ગામ સુન્ની મુસ્લીમ ઝાલાવાડી ધાચી જમાતનો દશમો સમુહ શાદી સમારોહ યોજાયો.આ પ્રસંગે સમાજના અગ્રણી અમદાવાદના હાજી સમસુદ્દીનબાપુ,પાલીતાણાના હાજી જહાગીર મિયાબાપુ,વિરમગામના હાજી બસારત હુસેનબાપુ,પધારી નિકાહનુ કાર્ય કરાવેલ હતુ.આ શાદીમા 19 દુલ્હા દુલ્હનની શાદી કરાવવામા આવી.આ સમારોહના મુખ્ય દાતા મોરબીના હાજી મુસ્તુફાભાઈ,મુબઈના હાજી નઝીરભાઈ લોલાડીયા તેમજ હાજી હબીબભાઈ કલાડીયા અને ટીકરના હાજી અબ્બાસભાઈ ધોણીયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. હાજી અબ્બાસભાઈએ સર્વેનુ સ્વાગત કરી આવકાર્યા હતા.સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ઉપપ્રમુખ ધોલીયા યુસુફભાઈએ કરેલ.એકતા કમીટી સરાના મહેબુબભાઈએ સર્વેનો આભાર માન્યો હતો.અને તેમણે જણાવ્યું હતુ કે આવા શાદી સમારોહ ખોટા ખર્ચાથી દુર રહી સમાજને ફાયદારૂપ થાય છે. આ શાદી સમારોહમા હળવદ,થાન,સરા,મોરબી ધાગંઘ્રા સુરેન્દ્રનગર,અમદાવાદ,તેમજ મુબંઈ વગેરે શહેરો માથી લોકો હાજર રહ્યા હતા.

- text