રાજકોટના કુખ્યાત સ્ટોન કીલરને ઝડપવાની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પીઆઈની હળવદ ખાતે નિમણુંક

- text


હળવદ પોલીસ કર્મીઓ દ્વારા નિમણુંક પામેલ પીઆઈનું ઉમળકાભેર કરાયું સ્વાગત

હળવદ : હળવદ પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈ તરીકે રાજકોટથી બદલી પામેલાં પીઆઈનું કર્મચારીગણ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજકોટમાં ખુખાર સ્ટોન કીલરને ઝડપવામાં મહત્વનો રોલ ભજવનાર બી.ટી.વાઢીયાની હળવદ પોલીસ સ્ટેશનમાં પી આઇ તરીકે બદલી થતા હળવદ પોલીસ સ્ટેશનમાં પી એસ આઈ તરીકે ફરજ બજાવતા સી.એચ.શુક્લએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
મુળ પોરબંદરના વતની અને પોરબંદર ખાતે 25 વર્ષ સુધી ફરજ બજાવતા બી.ટી. વાઢીયા રાજ્યનાં શહેર રાજકોટ, સુરત, પોરબંદર સહિત મુખ્ય જીલ્લામાં ફરજ બજાવી ચુક્યા છે. જેમાં સુરતમાં 3 વર્ષ, ભાવનગર 2 વર્ષ, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 6 મહિના તેમજ મહિલા પોલીસ સ્ટેશનમાં 1 વર્ષ ફરજ બજાવી છે. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં 1 વર્ષના ટુંકાગાળામાં 4200થી વધુ પતિ પત્નીના તકરારના કેસોનું સમાધાન કરાવી ઉત્કૃષ્ટ કામગીરી બજાવી છે. અને પોલીસ પ્રજાનો મિત્ર છે તેવી લોક પ્રસિધ્ધિ પામેલ બી.ટી. વાઢીયાએ પોલીસ સાથે સમાજ સેવામાં પણ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. રાજકોટમાં ખુખાર સ્ટોન કીલરનો આતંક હતો તે દરમિયાન ટોળકીને ઝડપવામાં મહત્વનો ભાગ ભજવેલ તેવા નિડર પીઆઈ બી.ટી. વાઢીયાને હળવદ પોલીસ કર્મચારીગણ દ્વારા સ્વાગત સાથે આવકાર આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પીએસઆઇ ચન્દ્રકાન્ત શુકલ, મહિલા પીએસઆઇ એલ.બી.બગડા, મનુભાઈ ડાંગર, મહેશભાઈ , ઈશ્વરભાઈ રબારી,રમણીકભાઇ રાઠોડ, ગીરીશદાન ગઢવી, કેશુભાઈ બાવળીયા સહિત હળવદ પોલીસ સ્ટાફના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- text

- text