૩૫૦૦ ગરીબ બાળકોને દિવાળી કીટ વિતરણ કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ

- text


જરૂરિયાત મંદો માટે આંનદના અજવાળા પાથરવાનો શ્રેષ્ઠ પ્રયાસ

મોરબી:આપવાના આનંદના સૂત્ર સાથે જરૂરિયાતમંદ લોકો સાથે તમામ ઉત્સવોની ઉજવણી કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગરીબ પરિવારના બાળકો હોંશભેર દિવાળી મનાવી શકે તે માટે આજે મોરબીમાં ફટાકડા અને મીઠાઈની ૩૫૦૦ કીટનું વિતરણ કર્યું હતું. તેમેજ તમામ લોકોને ભોજન કરવામાં આવ્યું હતું.

યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ આ તકે જણાવ્યું હતું કે દિલના દીવાઓ પ્રજલિત કરી “આનંદ ના અજવાળા” કરવાનો અવસર..દિવાળી અને નવું વર્ષ એ માત્ર કેલેન્ડર બદલવાની ઘટના નથી પણ એક નવી શરૂઆત કરવાનો અવસર છે.

- text

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે આજે ઘર તો સાફ થઈ ગયાં પણ દિલનું શું ? આ તહેવાર હળવાં થવાનો મોકો આપે છે. સવાલ એ જ હોય છે કે આપણે આ મોકાનો ઉપયોગ કરીએ છીએ કે નહીં? દર વર્ષે રિઝોલ્યુશન પાસ થાય છે અને થોડાક દિવસમાં તૂટી પણ જાય છે. કંઈ છૂટતું નથી, કંઈ બદલાતું નથી, માત્ર રોજે રોજ તારીખિયાનું એક પાનું ખરતું જાય છે અને જિંદગીનો એક-એક દિવસ ઘટતો જાય છે.

દિવસો તો વિતવાના જ છે, એને કોઈ રોકી શકવાનું નથી. આપણે જો એ ચાલ્યા જતાં દિવસોનો અફસોસ ન કરવો હોય તો શ્રેષ્ઠ માર્ગ એ છે કે એને શ્રેષ્ઠ રીતે જીવી લેવા!

અંતમાં તેમણે જણાવ્યું હતું કે,એટલા માટે જ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી માં રેહતા જરૂરિયાત મંદ નાના બાળકો ને દિવાળી ના દિવસે ફટાકડા અને મીઠાઇ નું વિતરણ કરી ને દિવાળી ની ઉજવણી કરી અને આવનાર નવા વર્ષમાં પણ આવા સમાજ ઉપયોગી કામ કરવાની નેમ કરી જીંદગીને શ્રેષ્ઠ રીતે જીવી લેવાની એક નાનકડી કોશિશ કરી છે.

- text