મોરબીમાં જલારામ જયંતિ ની અનોખી ઉજવણી કરવામાં આવશે

- text


મોરબી:વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા પ્રતિ વર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ આગામી તા-૨૭-૧૦-૨૦૧૭ કારતક સુદ સાતમ ના રોજ અનેક વિધ કાર્યક્રમો યોજી જલારામ જયંતિ ની ઉજવણી કરવા મા આવશે જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાત ધૂન, ૯ કલાકે સર્વજ્ઞાતિય મહાયજ્ઞ, ૫૬ ભોગ અન્નકુટ દર્શન, બપોરે ૧૨ કલાકે મહાઆરતી તેમજ કેક કટીંગ , ત્યાર બાદ સર્વજ્ઞાતિય મહાપ્રસાદ યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૫ વર્ષ થી મોરબી જલારામ મંદીર દ્વારા વિશેષ વ્યક્તિઓ ને મુખ્ય મહેમાન તરીકે આમંત્રીત કરી તેમના વરદ હસ્તે કેક કટીંગ કરવી જલારામ જયંતિ ની ઉજવણી કરવા મા આવે છે. જેમા પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો, ત્રીજા વર્ષે અંધજનો, ચોથા વર્ષે કીન્નરો તેમજ ગત વર્ષે કારગીલ યુધ્ધમા શહીદ થયેલ વીર જવાન ના પરીવારજનો ના હસ્તે કેક કટીંગ કરાવવા મા આવી હતી. પ્રવર્તમાન વર્ષે પણ આવા જ વિશેષ વ્યક્તિઓ ને અતિથી વિશેષ તરીકે બોલાવવા મા આવશે. જે દર વર્ષ ની જેમ સરપ્રાઈઝ રાખવા મા આવેલ છે. તે જલારામ જયંતિ ના દીવસે જ જાહેર કરવા મા આવશે. તે ઉપરાંત સાંજે ૫ કલાકે ૫ થી ૧૫ વર્ષ ના સર્વજ્ઞાતિય બાળકો માટે વિનામુલ્યે વેશભુષા સ્પર્ધા નુ અનેરુ આયોજન કરવા મા આવેલ છે. જેમા પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર ને ઈનામ તેમજ તમામ સ્પર્ધકો ને આશ્વાસન ઈનામ આપવા મા આવશે. ત્યાર બાદ સાંજે ૭ કલાકે સર્વજ્ઞાતિય મહાપ્રસાદ યોજવા મા આવશે.
શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બીનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર, સામૂહીક અસ્થી વિસર્જન, વૈકુંઠ રથ સેવા, શબ વાહીની , અંતિમ યાત્રા બસ,એમ્બ્યુલન્સ સેવા, દર રોજ સાંજે ભોજન પ્રસાદ, પદયાત્રીઓની સેવા, બ્લડ ડોનેશન વગેરે જેવી વિવિધ સેવા ઓ કોઈ પણ જાત ના નાત જાત ના ભેદભાવ વિના પ્રદાન કરવા મા આવે છે ત્યારે જલારામ જયંતિ ની ઉજવણી પણ સર્વજ્ઞાતિય જલારામ ભક્તો ની ઉપસ્થિતી મા થશે. તેમજ બપોરે અને સાંજે મહાપ્રસાદ ગ્રહણ કરવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવાયું છે.
આ ઉજવણી ને સફળ બનાવવા ગીરીશ ભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, રાજુ ભાઈ ગીરનારી, ચિરાગ રાચ્છ, વિપુલ પંડિત, ભાવીન ઘેલાણી, ચિરાગ વોરા, વિશાલ ગણાત્રા, નરેન્દ્રભાઈ રાચ્છ, હરીશ ભાઈ રાજા, ચંદ્રવદન ભાઈ પુજારા, જીતુ ભાઈ કોટક, જીતુ ભાઈ પુજારા, ચિંતન ઘેલાણી, હસુ ભાઈ પુજારા, કાજલ બેન ચંડીભમ્મર, મનોજ ચંદારાણા, અનીલ ભાઈ સોમૈયા, સચીન ભાઈ ચંદારાણા, જીજ્ઞેશ પોપટ, અમીત પોપટ, સી.પી. પોપટ, નેહલ ભાઈ કોટક, સાગર જોબનપુત્રા, રાજુ ભાઈ સોમૈયા, ભાવીન ભાઈ ખંધેડીયા, જયેશ ભાઈ કંસારા, દીનેશ ભાઈ પારેખ, નંદલાલ ભાઈ રાઠોડ, હરી ભાઈ ભટાસણા, મનિષ પટેલ, હીતેષ જાની, ફીરોઝ ભાઈ, દીનેશ સોલંકી, હરગોવિંદદાસ દેવમોરારી, બદ્રીપ્રસાદ અગ્રાવત, હરીલાલ દસાડીયા, જે.આઈ. પુજારા, કીર્તિભાઈ પાવાગઢી, રમણીકલાલ ચંડીભમ્મર, જગદીશ ભાઈ કોટક, કીશોર ભાઈ ઘેલાણી, કીશોર ભાઈ મીરાણી, રમેશ ભાઈ બુધ્ધદેવ, અશોક ભાઈ પાવાગઢી, કમલેશ ભાઈ ભોજાણી, સંજય હીરાણી, કીશન પુજારા, ગૌરવ ભોજાણી, હીતેષ કારીયા, ખુશાલ પોપટ, પ્રતાપ ભાઈ ચગ સહીત ના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

- text