લજાઈ ગામતળમા પ્રદુષણ ફેલાવતા ઉધોગને મંજુરી ન આપવા પંચાયતનો ઠરાવ

- text


સો મણનો સવાલ…ગ્રામપંચાયતની મંજુરી વિના બિનખેતી કેમ થાય ?

ટંકારા:તાજેતરમાં ટંકારના હડમતીયા ગામા પ્રદુષણ ઓકતી સાબુની ફેકટરી પ્રજાજનોએ બંધ કરાવ્યા બાદ હવે લજાઈ નજીક આવા જ પ્રદુષણ ઓકતા ઉદ્યોગ શરૂ કરવા પેરવી થતા ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી કોઈપણ સંજોગોમાં પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગોને ગામતળ વિસ્તારમાં મંજૂરી ના આપવી.

ટંકારા તાલુકાના લજાઈ ગામે ગ્રામસભામાં સ્વાસ્થ્યને નુકશાનકારક ઉધોગને ગામતળ વિસ્તારમાં મંજુરી નહી આપવા ગામના સરપંચ પ્રભાબેન મનસુખભાઈ મસોત ઉપસરપંચ હસમુખભાઈ મસોત, ગ્રામપંચાયત સદસ્યો તેમજ ગ્રામજનોની હાજરીમા સહીઅો કરી ઠરાવ પસાર કરવામાં આવ્યો કે..લજાઈ ગામની ગામતળ વિસ્તારમાં ચોકડી પાસે આવેલ જમીન સર્વે નં. ૬૩૪ પૈ.માં ગ્રામપંચાયતની મંજુરી લીધા વિના જ બિનખેતીની ફાઈલ કયાં તૈયાર થઈ…? તે અેક ચર્ચાનો વિષય છે આ ફાઈલની મંજુરી કોણે આપી…?

- text

ગામના સરપંચશ્રીઅે આ પહેલા મોરબી કલેકટરશ્રી, ગાંધીનગર તેમજ સાંસદશ્રી મોહનભાઈને પણ જણાવેલ છતા ઉધોગકારની મનમાનીથી ગ્રામજનો તેમજ સરપંચ રોષે ભરાતા કોઈપણ ભોગે ઉધોગ નહી થવા દેવા ચિમકી ઉચ્ચારી છે.ઉધોગકાર ચમરબંધી અને લિંક ધરાવતો કેમ ન હોય તો પણ તેના તાબે નહી થાય તેવુ સરપંચશ્રીઅે જણાવેલ. આ જમીનની બાજુમાં જ પ્રા.આરોગ્ય સેન્ટર, હાઈસ્કુલ, પાણીનો સંપ આવેલ હોવાથી કોઈ ઉધોગ પ્રદુષણ અોકતું કે ઘોંધાટ કરતા ઉધોગ જનઆરોગ્યને પણ નુકશાન પહોચે તેમ છે. ગ્રામજનો તેમજ સરપંચશ્રીઅે વધુમાં જણાવેલ કે જરુર જણાશે તો કલેકટરશ્રી, મુખ્યમંત્રીશ્રીના દ્વાર પણ ખટખટાવીશું છતા ન્યાય નહી મળે તો ચુંટણીનો પણ બહિષ્કાર કરતા ખચકાશું નહી અને ગાંધી ચિંન્ધ્યા રાહે આંદોલન પણ કરીશું

- text