માતાના મઢ જતા પદયાત્રિકો માટે હરતો ફરતો સેવા કેમ્પ

- text


મોરબી:માતાના મઢ જતા પદયાત્રિકો માટે મોરબીના ક્ષત્રિય યુવાનો દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી અનોખો હરતો ફરતો સેવા કેમ્પ યોજવામાં આવે છે.
દરવર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના સંદીપસિંહ,રવિરાજસિંહ,દિપકસિંહ,પૃથ્વીરાજસિંહ,હરદીપસિંહ,રઘુભા અને વિમલસિંહ સહિતના યુવાનો દ્વારા મોરબીથી માતાના મઢ સુધી પદયાત્રા કરી જતા યાત્રિકો હતે હરતો-ફરતો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે.આ નવયુવાનોની ટિમ દ્વારા પદયાંત્રિકોને ચા,નાસ્તો,પાણી સહિતની સુવિધા રસ્તામાં જ પુરી પાડવામાં આવે છે ઉપરાંત પદયાત્રિકોને જરૂરિયાત મુજબની ચીજ-વસ્તુઓ સહિતની સેવા પુરી પાડી અનોખો મોબાઈલ કેમ્પ યોજવામાં આવે છે.

- text

- text