મોટીબરારમાં શ્રી રત્નમણિ પ્રાથમિક શાળા સ્વચ્છતા વિષય પર બાલ સભા યોજાઈ.

- text


દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મ દિવસની અનોખી ભેટ.

માળિયા મિયાંણાના મોટીબરાર ગામની સરકારી શ્રી રત્નમણિ પ્રાથમિક શાળામાં દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની અનોખી ભેટ આપવા માટે “સ્વચ્છતા” વિષય પર બાલ સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

- text

મહાત્મા ગાંધીજીના સ્વપ્નને સાકાર કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અથાગ પ્રયત્નો અને અવનવા કાર્યક્રમો કરી લોકોમાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ ફેલાય તેવા પ્રયત્નો કરે છે. અને તેઓ ખુદ પોતાનો જન્મદિવસ પોતાના હાથે સફાઈ કરીને ઉજવણી કરવાના છે ત્યારે તેવી જ રીતે મોટીબરારની પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા બાલ સભા યોજવામાં આવી જેમાં વિદ્યાર્થીઓએ અને શાળાના શિક્ષકોએ વિષયને અનુરૂપ કાવ્ય, બાળગીત, વાર્તા, પ્રશ્નોતરી અને વક્તવ્યો રજુ કર્યા હતા. સાથે સાથે શાળાના શિક્ષક અનિલભાઈ બદ્રકિયા એ ફેમસ પેરોડી “સોનુ તને મારા પર ભરોસો નઈ કે” જેવી જ સ્વચ્છતાની પેરોડી બનાવી વિદ્યાર્થીઓને મનોરંજન પૂરું પાડ્યું હતું અને બાળકોને હાથ ધોવાની યુનિસેફ દ્વારા માન્ય પધ્ધતિના સ્ટેપની માહિતી પણ આપી હતી. શાળા પરિવારે સ્વચ્છતાના સંકલ્પની સાથે સ્વચ્છતાના ચિત્રો દોરી ખરા અર્થમાં બાલસભા દ્વારા વડાપ્રધાનને જન્મદિવસની શુભેકક્ષાઓ પાઠવી હતી.

- text