ટંકારા-હળવદ સહિતની સ્કૂલોમાં ચોરી કરનાર કુખ્યાત આદિવાસી ગેંગના ૧૨ શખ્સો ઝડપાયા

- text


કુખ્યાત આદિવાસી ગેંગને ઝડપી લેતી મોરબી એલસીબી:૨૪ ચોરી કબૂલી
મોરબી:મોરબી એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે,રાજ્યભરમાં હાહાકાર મચાવનારી આદિવાસી ગેંગ પોલીસના સંકજામાં આવી ગઈ છે અને હળવદ-મોરબી સહિતની સ્કૂલોમાં ચોરી કરવા ઉપરાંત જુદી જુદી ૨૪ ચોરીઓની કબૂલાત આપતા એલસીબીએ ૧૨ શખ્સોની આ ગેંગને કાયદાનું ભાન કરવાવા કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

આજે સાંજે મોરબી પોલીસે પત્રકાર પરિષદ યોજી રાજ્યભરમાં તરખાટ મચાવનાર આદિવાસી ગેંગ દ્વારા આચરવામાં આવેલા ગુન્હાઓની સનસનીખેજ વિગતો જણાવી હતી,એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસના જણાવ્યા મુજબ રાજ્યભરમાં ધાડ,લૂંટ અને ઘરફોડી ચોરી કરી હાહાકાર મચાવનારી ગેંગ હળવદ વિસ્તારમાં આંટા ફેરા કરતી હોવાની બાતમીને આધારે પોલીસે દાહોદ પંથકના ૧૨ શખ્સોને દબોચતા ટંકારા,હળવદની સ્કૂલોમાં ચોરીવકરવા ઉપરાંત જામનગર રાજકોટ,જેતપુર સહિતના શહેરમાં ઘરફોડીના ગુન્હા આચર્યા હોવાની કબૂલાત કરી હતી.

- text

એલસીબીના સ્ટાફે ઝડપી લીધેલ દાહોદ પંથકના આ ગુન્હેગારોમાં મેહુલ સનાભાઈ પસાયા,ચુકીયા મનાભાઇ મોહણીયા,પરદેશ સિતુભાઈ મોહણીયા,શૈલેષ પુનભાઈ સંગોડ,મુકેશ કેનિયાભાઈ ભાભોર,માનતેરસિંગભાઈ ભાભોર,કાજુ માનસિંગભાઈ ભુરિયા,અનેસ મોતીભાઈ પસાયા,રમેશ કેશવાભાઈ ભાભોર,સકરા ભુરજીભાઈ મોહણીયા સહિતના ૧૨ ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દરમિયાન પોલીસે હળવદ નજીકથી ઝડપેલી આ દાહોદ પંથકની આદિવાસી ગેંગ પાસેથી રૂપિયા ૨૩૫૦૦ રોકડા,૧૨૦૦૦ની કિંમતના ૧૨ મોબાઈલ અને ૧૯૦૦૦ની કિંમતના ચાંદીના છડા સહિત ૫૪૫૧૦ ની કિંમતનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે.

વધુમાં આ ગેંગે મોરબી શહેર- જિલ્લામાં ક્યાં-કયા ગુન્હામાં સંડોવાયેલ છે તેમજ રાજ્યમાં ક્યાં-કયા ગુન્હાને અંજામ આપ્યો છે તે સઘળી હકીકતો બહાર લાવવા પોલિસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

- text