યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન : મહિલાઓને ફ્રી એન્ટ્રી

- text


ફ્રી એન્ટ્રી માટે મહિલાઓએ 14 થી 16 તારીખ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત : કોઈ પણ જાતના ભેદભાવ વગર સર્વજ્ઞાતિનાં લોકો માટે આયોજન

મોરબી : મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા કોઈ પણ જાતના ભેદભાવ વગર સર્વજ્ઞાતિનાં લોકો માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું તા.21 થી 29 સપ્ટેમ્બર સુધી કામધેનું પાર્ટી પ્લોટની બાજુમા રામકો ગ્રાઉન્ડ , ક્રિષ્ના મેળા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજનની સાથે મહિલાઓ માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. મોરબીનાં ખેલૈયાઓ માટે સંકલ્પ સૌથી પ્રિય નવરાત્રી માટેનું સ્થળ છે. મોરબીની જનતાનાં પ્રેમ અને સહયોગથી આ વર્ષે સંકલ્પ નવરાત્રી મહોત્સવ નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યુ છે. આ મહોત્સવમાં સર્વ જ્ઞાતિનાં લોકો માટે આવકાર્ય હોય છે આ સાથે મહિલાઓ માટે નવ દિવસ ફ્રી એન્ટ્રી હોય છે. જેના માટે મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે તા.14-15-16 સપ્ટેમ્બરનાં રોજ મોબાઇલ ઝોન, એવન- પાનની બાજુમાં, શનાળા રોડ તેમજ ગાયત્રી સિલેકશન મોબાઇલ શો રૂમ, જૂના મહાજન ચોક, મોરબી ખાતે મહિલાઓ, યુવતીઓ પોતાના આઇડી પ્રુફની ઝેરોક્ષ તેમજ એક ફોટો ત્યા જમા કરાવી રજીસ્ટ્રેશન કરાવી શકશે. વધુ વિગત માટે 98245 87875 અને 98259 08787 સંપર્ક કરવા યંગ ઇન્ડિયા ગ્રુપની યાદીમાં જણાવાયું છે.

- text

- text