મોરબી જિલ્લાના ખેડૂતો માટે પાક નુકશાનના ૨૨ કરોડ મંજુર : ૧૫ દિવસમાં ચૂકવણી

- text


મોરબી:મોરબી જિલ્લામાં પુર-અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના ઉભા પાકને થયેલ નુક્શાનીનો સર્વે પૂર્ણ થતાં રૂપિયા ૨૨ કરોડનું વળતર મંજુર થયું છે અને આગામી ૧૦થી૧૫ દિવસમાં આ વળતરની રકમ ચૂકવવામાં આવનાર હોવાનું ધારાસભ્ય અમૃતિયાએ જણાવ્યું છે.

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના જણાવ્યા મુજબ તાજેતરની અતિવૃષ્ટિ સમયે તેઓએ સંવેદના અને સક્રિયતાથી તમામ અસરગ્રસ્તોને સમયસર કેશડોલ્સ મળી જાય તેવી તકેદારી રાખી હતી તેમજ ઘરવખરીની નુક્સાનીનું પણ વળતર પણ લોકોને સમયસર મળી જવા પામ્યું છે.વધુમાં ધારાસભ્યશ્રીએ પોતે પણ અંગત રસ લઇ પોતાના તરફથી રોકડ તથા રાશન કીટ વિતરણ કરી હતી.

- text

દરમિયાન માળીયા(મિં) તાલુકામાં જમીન ધોવાણ, ઉભા પાક નુકસાનના વળતર માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજુઆત અન્વયે ત્વરિત સર્વે કરાવી વળતર ચૂકવવા અંગે કરેલ આગ્રહથી રાજ્ય સરકારશ્રી દ્વારા ૨૨ કરોડ જેવી માતબર રકમનું વળતર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જે રકમ ૧૦ થી ૧૫ દિવસમાં ચૂકવી આપવામાં આવનાર હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું

- text