નાની વાવડી નજીક કાર ચાલકે મોટર સાયકલ સવારને હડફેટે લીધો

- text


મોરબી : મોરબીના નાની વાવડી ગામે મોટરકારના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા જામનગરના યુવાનને પગમાં ઇજા થવા પામી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નાની વાવડી ગામે મોટરકાર નંબર જીજે ૩ એચકે 0606ના ચાલકે બેફિકરાઈથી પુર ઝડપે કાર ચલાવી પાછળથી મોટર સાઈકલને ઠોકર મારતા જામનગર રામેશ્વર નગરમાં રહેતા ધર્મેશ બાબુભાઇ ચૌહાણને હડફેટે લઈ પગમાં ફ્રેક્ચર કરી નાખી નાસી જતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ઘટના અંગે પોલીસે મોટરકાર નમ્બરના આધારે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text