પાડા પુલ નીચે નદીમાં નાહવા પડેલા સગીરનું મોત

- text


પાણીમાં પથ્થર સાથે અથડાતા ગંભીર ઇજા પોહચી હતી : ફાયરબ્રિગેડના સ્ટાફે ભારે જહેમત બાદ લાશ બહાર કાઢી

- text

મોરબી : મોરબીના પાડા પુલ નીચે મચ્છુ નદીમાં નાહવા ગયા બાદ નદીના પાણીમાં ડૂબવા લાગ્યો હતો જે યુવાનને બચાવવા માટે ૧૦૮ તેમજ ફાયરની ટીમને જાણ કરાતા બંને ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને ફાયરની ટીમે સગીરને બચવવા માટે રેક્સ્યું ઓપરેશન ચલાવ્યું હતું સતત એક કલાક સુધી ફાયરની ટીમે સગીરની શોધખોળ કર્યા છતાં પણ આખરે તેનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો. પાણીમાં ડૂબેલા સગીરને માથામાં ઈજાઓ પહોંચી હોવાનું પણ સુત્રો જણાવે છે. મૃતક યુવાન અલ્પેશ વિઠ્ઠલભાઈ દેવીપુજક (ઉ.વ.૧૭) નામનો સગીર હોવાનું તેમજ પાડાપુલ નીચેની ઝુપડપટ્ટીમાં જ રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

- text