મોરબીના નાગડાવાસમાં ફિલ્મ દંગલ જેવા માહોલમાં રેસલિંગ સ્પર્ધા યોજાઈ

- text


જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં ૧૩૦ ભાઈઓ અને ૬૦ બહેનોએ ભાગ લીધો

- text

મોરબી: ફિલ્મ દંગલ બાદ યુવક-યુવતીઓમાં પરંપરાગત કુસ્તી એટલે કે રેસલિંગનો ક્રેઝ વધ્યો હોવાની ગવાહી ખેલ મહાકુંભ સ્પર્ધમાં જોવા મળી રહી છે મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભમાં ૧૩૦ યુવાનો અને ૬૦ યુવતીઓએ રેસલિંગમાં ભાગ લીધો છે અને ગઈકાલે નાગડાવાસ ખાતે યોજાયેલ સ્પર્ધામાં દંગલ જેવો માહોલ જોવા મળ્યો હતો.
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા વહિવટી તંત્ર મોરબી દ્વારા સંચાલીત ખેલ મહાકુંભ ૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે મોરબીના નાગડાવાસ ગામે રેસલિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ફિલ્મ દંગલ જેવા માહોલ વચ્ચે સ્પર્ધકોએ રમતનો આનંદ લીધો હતો.
ખેલ મહાકુંભ ૨૦૧૭માં કુલ ૧૩૦ ભાઈઓ અને ૬૦ બહેનોએ રેસલિંગ સ્પોર્ટસમાં ભાગ લીધો છે જેમાં ભાઈઓ માટે ગઈકાલે નાગડાવાસ ગામે સ્પર્ધા યોજાઈ હતી. આ તકે આજુ બાજુના ગામના અનેક લોકો સ્પર્ધા નિહાળવા આવ્યા હતા.
આ સ્પર્ધામાં અન્ડર 14માં નાગડાવાસ શાળાના ૧૦ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું. જ્યારે અંદર 17 માં ન્યુ વિઝન અને નાલંદા સ્કૂલના ૧૮ વિદ્યાર્થીઓ વિજેતા અન્ય હતા.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કક્ષાએ નાગડાવાસના વિદ્યાર્થીઓએ બે સિલ્વર મેડલ મેળવ્યા હતા. ગઈકાલે યોજાયેલ સ્પર્ધામાં વડોદરાની ટીમે નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી. આ તકે જિલ્લા રમત ગમત અધિકારી સત્યજિત વ્યાસ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

- text