પ્રસિદ્ધ પાલનપીરની જગ્યા આસપાસ વેપારી મેળો ન યોજવા ટ્રસ્ટની મુખ્યમંત્રીને રજુઆત

- text


હડમતીયા : પ્રસિદ્ધ પાલનપીરની જગ્યાની આજુબાજુના ૫૦૦ મીટર વિસ્તારમાં વેપારી મેળા ન યોજાય તેવી વ્યવસ્થા ગોઠવવા પાલનપીર ટ્રસ્ટ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નજીક હડમતીયા ખાતે આવેલ પ્રસિદ્ધ પાલનપીરની જગ્યામાં આગામી તારીખ ૧૦ થી ૧૯ સપ્ટેમ્બર જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો શરૂ થતાં હોય ટ્રસ્ટ દ્વારા રાજયના મુખ્યમંત્રીને રજુઆત કરી પાલનપીર જગ્યા આસપાસ વ્યાપારી મેળાના આયોજન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા સ્થાનિક કક્ષાએ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વાળને સૂચના આપવા માંગણી કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષથી સતત રજુઆત કરવા છતાં ધંધાદારી તત્વો દ્વારા પાલનપીરની જગ્યા આજુબાજુ અડીંગો જમાવી ધાર્મિક કાર્યને અડચણ થાય તે રીતે મેળાના આયોજન કરી ઘોંઘાતભર્યું વાતાવરણ ઉભું કરી જાહેર ન્યુસન્સ સર્જવામાં આવી રહ્યું છે,આ સંજોગોમાં હાલમાં રોગચાળો અને સ્વાઇન ફ્લુનો હાહાકાર હોય રાજકોટ સહિતના શહેરોમાં મેળાઓ બંધ કરાવાયા છે ત્યારે અહીં મેળો ન યોજાય એ જોવા વિનંતી કરવામાં આવી છે.
વધુમાં પાલનપીરની જગ્યામાં ગરદાદાઓ દ્વારા શાંતિમય વાતાવરણમાં ઉપવાસ કરી ધાર્મિક પૂજા થતી હોય કમસેકમ ૫૦૦ મીટરના એરિયામાં મેળાની ધંધાદારી પ્રવૃત્તિ ન થાય તે માટે મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવવા સૂચના આપવા પણ રજુઆતમાં જણાંવાયું છે.

- text