સિદ્ધિ વિનાયક કા રાજા : આયોજનની જેમ વિસર્જન પણ અનોખું

- text


સીતારામ ચોકમાં હજારો ભક્તજનોએ મહારતીનો લાભ લઇ ધન્યતા અનુભવી : અવનવી લાઇટિંગ્સ,આતશબાજીથી અદભુત નજારો

મોરબી : મોરબીના સિદ્ધિવિનાયક ગણેશોત્સવ સમિતિ આયોજિત સિદ્ધિવિનાયક કા રાજાને ઉત્સવના આખરી દિવસે પાંચ મહાઆરતી અને અદભુત લાઈટીગ્સ અને અવનવી આતશબાજી સાથે બાપાની વિસર્જન યાત્રા યોજવામાં આવી હતી જેનો લાખો લોકોએ લ્હાવો લીધો હતો.
સમગ્ર રાજ્યમાં અવ્વલ નંબરનું આયોજન કરનાર સિદ્ધિ વિનાયક ગણેશોત્સવ સમિતિ દ્વારા સિદ્ધિવિનાયક કા રાજાને અનોખા અંદાજમાં વિદાય આપવામાં આવી હતી વિસર્જનયાત્રા અંગે અરવિંદભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે બાપાના પંડાલથી વિસર્જન યાત્રા પહેલા રાજ્યના ખાણખનીજ મંત્રી રોહિતભાઈ પટેલ અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ સિરામિક ઉદ્યોગના અગ્રણીઓના હસ્તે રામોજી ફાર્મ ખાતે મહાઆરતી કરી વિસર્જન યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
બાદમાં વિસર્જન યાત્રા વાજતે ગાજતે અવની ચોકડી ખાતે પહોંચી હતી જ્યાં વિઘ્નહર્તા દેવની બીજી મહાઆરતી ઇડન હિલ ગ્રુપના સંજયભાઈ આદ્રોજા અને ભાજપ અગ્રણી મનસુખભાઇ સવસાણીના હસ્તે કરવામાં આવી હતી આ પ્રસંગે આજુબાજુ વિસ્તારના પાટીદાર સમાજના લોકો વિશાળ સંખ્યામાં જોડયા હતા ત્યાંથી વિદાયયાત્રા ઉમિયા સર્કલ થઈ જીઆઇડીસી ચિત્રકૂટ સોસાયટી ખાતે પહોંચી હતી અહીં ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ નંદલાલભાઈ વિડજા, લેક્સસ ગ્રુપના બાબુભાઇ પટેલ, સીરામીક એસોસિએશન પ્રમુખ કે.જી.કુંડારીયા અને નિલેશભાઈ જેતપરિયા સહિતના અગ્રણીઓનાં હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી અને જીઆઇડીસી નજીક વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ મહારતીનો લાભ લીધો હતો.
દરમિયાન વિદાયયાત્રાને સીતારામ ચોકમાં પહોંચતા વિલંબ થયો હોવા છતાં ભવિકજનો દ્વારા ઇન્તજાર કરી વિસર્જનયાત્રાને વધાવી હતી સીતારામ ચોકમાં મહારતીનો લાભ અહીં બંદોબસ્તમાં હાજર રહેલા એ ડિવિઝન પીઆઇ બી.પી.સીનારા સાહેબને મળ્યો હતો આ ઉપરાંત ક્યુટોન ગ્રુપના અનિલભાઈ વરમોરા,દક્ષ પ્રજાપતિ ગ્રુપના નીતિનભાઈ પ્રજાપતિ અને કૅપશન ગ્રુપના અરુણભાઇ સીતાપરાના હસ્તે મહાઆરતીનો લાભ મળ્યો હતો.
અદભુત લાઇટિંગ્સ અને અવનવી આતશબાજી વચ્ચે સીતારામ ચોકમાં બે કલાક જેટલો સમય વિસર્જન યાત્રા રોકાઈ હતી જય મોરબી શહેરના હજારો લોકો ઉપરાંત ભાજપ આગેવાનો અને શહેરના અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.આ તકે જામનગરના પ્રખ્યાત મુના અસલમના ૫૧ ઢોલના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી વિસર્જન યાત્રા ઓમ પાર્ટીપ્લોટ જવા રવાના થઈ હતી.
ઓમ પાર્ટીપ્લોટ ખાતે સિદ્ધિવિનાયક કા રાજાની છેલ્લી મહાઆરતી કરવામાં આવી હતી જેમાં રવાપરના ગોપાલભાઈ કાસુન્દ્રા (સરપંચ), ઉમિયા નવરાત્રી ગ્રુપના રિશીભાઈ કૈલા, મામાં ફટાકડા વાળા મનીષભાઈ, ઓ.બી.ઇવેન્ટવાળા પ્રશાંતભાઈ સહિતના મહાનુભાવોએ લાભ લીધો હતો.
અંતમાં અરવિંદ બારૈયા અને રમેશભાઈ ભીમાણી સહિતના આગેવાનો દ્વારા વિઘ્નહર્તા દેવને અગલે બરસ આપ જલ્દી આવોના નારા સાથે ઉંદરડી માતાના મંદિર નજીક ૧૭ ફૂટની સિદ્ધિ વિનાયક કા રાજાની પ્રતિમાને ક્રેઇન મારફત પાણીમાં વિસર્જિન કરવામાં આવ્યું હતું.

- text