મોરબીના નાની વાવડીમાં જળજીલણી એકાદશીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

- text


મોરબી:મોરબીના નાની વાવડી ગામે આજે પ્રથમ વખત જ ગામસમસ્ત દ્વારા ભાદરવી જીલણી અગીયારસ અનખીઅગીયારસના અવસરે અનોખી રીતે ઠાકોરજીને સ્નાન કરાવી જળજીલણી એકાદશીની ઉજવણી કરવા અનોખું આયોજન કરાયું છે.આજ ભાદરવી જીલણી અગિયારસ આજના દિવસે રામજી મંદિરેથી ઠાકોરજી વાજતે ગાજતે ગામના તળાવમાં સ્નાન કરશે અને ત્યારબાદ ગામમાં વાજતે ગાજતે ઠાકોરજી ધરે ધરે ફેરવવામાં આવ્યા હતા.
મોરબીના નાનીવાવડી ગામે આજે પહેલી વખત જ જળ જીલણી અગિયારસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં સાંજે વાજતે ગાજતે રામજી મંદિરેથી ઠાકોરજી ગામના તળાવમાં સ્નાન કરાવવામાં આવ્યું હતું, આ વર્ષે ઠાકરજીને સ્નાન કરવા માટે હોળી રાખવામા આવી હતી અને ઠાકોરજીને તળાવમાં હોળી દ્રારા પ્રદિક્ષણા કરાવવામાં આવી હતી અને ત્યાર બાદ રામદેવપીરના મંદિરે ઠાકોરજી બિરાજમાન થયા હતા જ્યાંથી ગામમાં ફર્યા હતા.દરરોજ રાતે ઠાકરજીના ગુણ ગાન ગવાશે અને પ્રસાદ પિરસીને ઠાકોરજીની જીલણી અગિયારસ ઉજવણી કરવામાં આવશે.
વધુમાં નાના એવા વાવડી ગામા પ્રથમ વખત જ જીલણી ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ઠાકોરજીની સાથે સાથે ગામના યુવાનોએ પણ કુવા તળાવમાં સ્નાન કર્યું હતું અને તમામ ગ્રામજનો આ ઉત્સવમાં હર્ષભેર જોડાયા હતા.

- text