સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવમાં લાઈફ મિશનનું પુસ્તક કેન્દ્ર ખુલ્લું મુકાયું

- text


જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ સહિત અનેક અગ્રણીઓએ ગણેશોત્સવની મુલાકાત લીધી

મોરબી:મોરબી ખાતે યોજાયેલ ગણેશ ઉત્સવ સમીતી આયોજીત સિદ્ધિ વિનાયક કાં રાજા ગણેશોત્સવ દરમીયાન લાઈફ મિશનના પુસ્તક કેન્દ્રને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
મોરબીના લીલાપર કેનાલ રોડ ખાતે યોજાયેલ સિદ્ધિ વિનાયક ક રાજા ગણપતિ મહોત્સવમાં જિલ્લા કલેકટર આઈ કે પટેલ સહિતના મહાનુભાવોએ દર્શનનો લ્હાવો લીધો હતો જેમા લાઇફ મિશન પરીવાર મોરબી આયોજીત પુસ્તક સાહિત્ય કેન્દ્ર કલેક્ટર આઇ.કે.પટેલ સાહેબ દ્વારા ખુલ્લું મુકાવા મા આવ્યું જેનું આયોજન લાઇફ મિશન પરીવાર ના અરવિંદભાઇ બારૈયા , કે.જી. કુડારીયા , રમેશભાઇ ઘેટીયા , ચેતનભાઇ ઘેટીયા , કમલેશભાઇ ગઢિયા દ્વારા કરવામાં અાવેલ
આ સાહિત્ય કેન્દ્ર મા માનવજીવન ને ભકિત,કર્મ, યોગ ,દ્વારા આધ્યાત્મિક પ્રગતિ કરાવી ઈસવર ના માર્ગ તરફ લઈ જતા યોગાચાર્ય પ.પું. સદગુરુ દેવશ્રી રાજર્ષિ મુની (લાઇફ મિશન ) દ્વારા લખવામાં આવેલ તેમજ તેમની માર્ગદર્શન મુજબ લખાયેલા પુસ્તકો મળશે.

- text

વધુમાં ગણેશોત્સવના ભવ્ય આયોજનના દર્શનાર્થે જિલ્લા કલેકટર આઈ કે પટેલ,સીરામીક એસોસિએશન પ્રમુખ કે.જી.કુંડારીયા,ક્યુટોનગ્રુપના લાલભાઈ,અનિલભાઈ વરમોરા,હસુભાઈ વિડજા,ભાજપના હિરેન પારેખ સહિતનાઓએ દર્શનનો લાભ લીધો હતો.

- text