ટંકારાના કલ્યાણપર ગામમાંથી જાહેરમાં જુગાર રમતા ૭ ઝડપાયા

- text


ટંકારા: ટંકારાના કલ્યાણપર ગાંમમાં બાતમીના આધારે દરોડો પાડી પોલીસે જુગાર રમતા ૭ શખ્સોને ઝડપી લઈ રૂપિયા ૩૧૦૯૦ની રોકડ જપ્ત કરી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા પોલીસે કલ્યાણપર ગામમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા વસંત નરસી ઢેઢી, વેલજી હંસરાજ સવસાણી, ધર્મેન્દ્ર કુંવરજી ઘોડાસરા, નરેશ કાનજી ભેંસદડીયા, હિતેશ થોભણભાઈ ઢેઢી, ભરત ગોપાલ નમેરા અને મહેશ પટેલને ૩૧૦૯૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

- text