મોરબીમાં પોલીસ,પ્રેસ અને રાજકીય હોદ્દાના ચિતરામણ કરનાર વાહન ચાલકો દંડાયા

- text


મોરબી : મોરબી પોલીસે ઝુંબેશરૂપે કામગીરી કરી પોલીસ,પ્રેસ અને રાજકીય હોદાના નામોના ખોટા ચિતરામણા કરનારા વાહન ચાલકોને દંડ ફટકારી કાર્યવાહી કરતા ખોટા સીન સપાટા કરતા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.એ ડિવિઝન પોલીસે આવા 17 વાહનો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.જેમાં 4 વાહન પોલીસ પરિવારના હતા. તેમ છતાં પોલીસે તમામ સામે આકરી કાર્યવાહી કરી હતી. આ સાથે પોલીસે આગામી સમયમાં આ મુદ્દે વધુ આકરી કાર્યવાહીના સંકેત આપી જરૂર પડ્યે આવા વાહનો ડિટેન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

- text

- text