પ્રથમ વર્ષે જ 17.61 લાખનો ચોખ્ખો નફો કરતી મોરબીની મહિલાઓ સંચાલિત મયુરડેરી

- text


મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘે એક જ વર્ષમાં રૂપિયા 50 કરોડનું ટર્ન ઓવર કર્યું : દૂધ ઉત્પાદકોને 27 રૂપિયાનો અધધ…ભાવ વધારો આપ્યો

મોરબી : મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની આજે ત્રીજી વાર્ષિક સાધારણ સભા મળી હતી,દૂધ ઉત્પાદન ક્ષેત્રે હજુ મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની પાપા પગલી હોવા છતાં 11 માસના ટૂંકા ગાળામાં જ સંઘે 50 કરોડનું ટર્ન ઓવર કારી દૂધ એકત્રિકરણ નો રેકોર્ડ કરી દૈનિક 60 હજાર લીટર દૂધ એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે આજની સાધારણ સભામાં મંડળીએ 11 માસના ટૂંકા સમયમાં પણ 17.61 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કારી 6% ડિવિડન્ડ જાહેર કર્યું હતું.

- text

મોરબી માળીયા અને ટંકારા તાલુકાની ફક્ત 92 દૂધ ઉત્પાદક મંડળીઓ સાથે મોરબી જિલ્લામાં પ્રથમ સંપૂર્ણ પણે મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 11 માસ પહેલા શરૂઆત થઈ હતી.આજે આ મંડળીમાં વાંકાનેર તાલુકાની 42 મંડળીઓ જોડાઈ જતા મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘમાં 149 દૂધ મંડળીઓનો સમાવેશ થયો છે શરૂઆતમાં દૈનિક સરેરાશ 34840 કિલો દૂધ એકત્રિત કરતું હતું જે હાલ 60 હજાર લિતરે પહોંચવા જઇ રહ્યું છે.11 માસના ટૂંકા ગાળામાં 11323092 કિલો દૂધ એકત્રિત કર્યું હતું અને માર્ચ 2016 સુધીમાં 1528821 કિલોલિતર દૂધ કલેક્શન કર્યું હતું.
મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન હંસાબેન મગનભાઈ વડાવીયાએ આ તકે જણાવ્યું હતું કે 11 માસના ટૂંકા ગાળામાં મંડળીએ 50 કરોડનું ટર્ન ઓવર કર્યું છે અને તમામ ખર્ચ બાદ કરતાં 17.61 લાખનો ચોખ્ખો નફો થયો છે અને અન્ય જિલ્લા દૂધ ઉત્પાદક સંઘો ની તુલનાએ મોરબી સંઘ દ્વારા દૂધ ઉત્પાદક પશુપાલકોને 603 માંથી 630 રૂપિયા પ્રતિકીલો ફેટના ભાવ ચૂકવ્યા છે જે સૌથી વધુ કછે.વધુમાં મંડળી દ્વારા 6 ટાકા ડિવિડન્ડ જાહેર પણ કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા રૂપિયા1 લાખનો ચેક મુખ્યમંત્રી રાહતફંડમાં આપવામાં આવ્યો
વાર્ષિક સાધારણ સભામાં મહિલા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન હંસાબેન મગનભાઈ વડાવીયા,એમડી પ્રાણજીવનભાઈ કુંડારીયા,માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા,ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,જિલ્લા રજિસ્ટ્રાર સંગીતા રૈયાની,સહકારી અગ્રણી જીતુભાઇ સોમાણી , યુસુફભાઈ સેરસિયા અને હિરેન પારેખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text