હળવદ જૂથ અથડામણમાં સીબીઆઈ તપાસની માંગ

- text


સમસ્ત માલધારી સમાજ દ્વારા મૃતકના પરિવારજનોને 25-25 લાખની સહાય અને સરકારી નોકરી આપવા માંગણી

મોરબી : હળવદ જૂથ અથડામણ મામલે સમસ્ત માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આમમલે સીબીઆઈ તપાસની માંગ ઉઠાવી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજા વિરુદ્ધ આરોપો લગાવી તેમની સામે તપાસ કરવા માંગણી ઉઠાવતા ચકચાર જાગી છે.
જાણવા મળતી વિગતો મુજબ સમસ્ત માલધારી સમાજ દ્વારા મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જુદી-જુદી બાર માંગણી કરવામાં આવી હતી જેમાં મૃતક ત્રણેય પરિવારને રૂપિયા 25-25 લાખની સહાય,મૃતકના પરિવાર જનાઓને સરકારી નોકરી આપવી,દરેક મૃતક પરિવારને 10-10 એકર ખેતીની જમીન આપવી અને કેસની ગંભીરતા જોતા સમગ્ર કેસની તપાસ સીબીઆઈ ને સોંપવા માંગણી ઉઠાવવામાં આવી હતી.
આ ઉપરાંત માલધારી સમાજ દ્વારા પોલીસ પર આક્ષેપો કરી હિંસામાં મદદરૂપ થનારા પોલીસને સસ્પેન્ડ કરવા મંગ કરી બનાવ બાદ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજા અંગત રસ દાખવયનો આરોપ લગાવી તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા અને ગૃહમંત્રીનું રાજીનામુ લાઇ લેવા મંગની કરી હતી.
અંતમાં રજુઆત મુજબ તાકીદે કાર્યહી કરવાની વાત દોહરાવી માલધારી સમજે જણાવ્યું હતું કે જો સત્વરે માંગણી પરી નહીં થાય તો માલધારી સમાજ કાયદાની મર્યાદામાં રહી આંદોલન ને વધુ વેગવંતુ બનાવશે.

- text

હળવદ પ્રકરણમાં બહુજન સમાજ પાર્ટી દ્વારા પણ આવેદન અપાયું
હળવદ જૂથ અથડામણ મામલે આજે માલધારી સમાજ બાદ બહુજન સમાજ પાર્ટીએ પણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તટસ્થ તપાસની માંગ કરી હતી.
બહુ સમાજ પાર્ટી મોરબી દ્વારા મહામાહિમ રાષ્ટ્રપતિશ્રીને સંબોધી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આવેદનપત્રમાં બે વ્યક્તિ વચ્ચેના ઝઘડામાં માલધારી આખા સમાજને નિશાન બનાવી પોલીસ દ્વારા હુમલાખોરોને છાવરયાનો આરોપ લગાવી મૃતકના પરિવારજનોને 25-25 લાખની સહાય અને સરકારી નોકરી આપવાની મંગ કરી બનાવને વખોડી કાઢવામાં આવ્યો હતો.

- text