મોરબી : ત્રણ દિવસમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન ઉકેલવા કલેકટરની તાકીદ

- text


પાણી પુરવઠા બોર્ડ, નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરને છેલ્લું અલ્ટીમેટમ

મોરબી: મોરબીની પ્રજા જેનાથી ત્રાહિમામ પોકારી ઉઠી છે તેવા ભૂગર્ભ ગટર પ્રશ્ને આજે જિલ્લા કલેક્ટરે તાકીદની બેઠક બોલાવી મોરબી પાલિકા,પાણી પુરવઠા બોર્ડ અને ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર ને ત્રણ દિવસમાં પ્રશ્ન ઉકેલવા તાકીદ કરી છે અન્યથા કડક પગલાં માટે તૈયાર રહેવા અલ્ટીમેટમ અપાયું હતું.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં ભૂગર્ભ ગટરની સમસ્યા રોજનો પ્રશ્ન બની છે અને વરસાદ બાદ હજુ પણ અનેકજ્ઞે પાણી ભરાયાની થોકબંધ ફરિયાદો લઈ નાગરિકો પાલિકામાં આવી રહ્યા છે કજ્જતા પાલિકાના સત્તાધીશોને કોઈ ફરક પડતો નથી.

આ સંજોગોમાં આજે જિલ્લા કલેકટરે તાકીદની બેઠક બોલાવી ચીફ ઓફિસર અને પાપુ બોર્ડના અધિકારીઓને તેડું મોકલ્યું હતું અને બેઠકમાં નક્કી થયા મુજ્બ ત્રણ દિવસમાં ગટરનો પ્રશ્ન ઉકેલવા કડક આદેશ અપયો હતો.

- text

નોંધનીય છે કે ભૂગર્ભ પ્રશ્ને પાલિકા પાણી પુરવઠા બોર્ડ ઉપર અને બોર્ડ પાલિકા ઉપર દોષનો ટોપલો ઢોળતું હોય જીલ્લા કલેક્ટરે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે જૂનો વિસ્તાર હોય કે નવો ત્રણ દિવસમાં પ્રશ્ન પૂર્ણ થવો જોઈએ.

વધુમાં ભૂગર્ભ ગટર મામલે બહારથી જેટિંગ મશીન અને માણસો બોલાવવા પડે તો પણ તાકીદે પ્રશ્ન ઉકેલવા સુચના આપવામાં આવી હતી.

આ બેઠક માં જિલ્લા કલેકટરે ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર દ્વારા જો કામગીરી કરવા માં ન આવે તો ભૂગર્ભ નો કોન્ટ્રાક્ટ રાખનાર ક્રિષ્ના કોર્પોરેશન ને બ્લેક લિસ્ટ કરવાની પણ કડક ચીમકી આપી હતી.

- text